રિપોર્ટર.કાદિર દાઢી.હાલોલ
તા.૯.૯.૨૦૨૬
એલ.એમ.પાવર કંપની પાસે શૈલી કંપનીની એમ્બ્યુલન્સ ગાડીએ આજે બુધવારે વહેલી સવારે એક એક્ટિવા ચાલકને જોરદાર અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક્ટિવા સવાર આધેડનું માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું.મળતી માહિતી મુજબ, શૈલી કંપનીની એમ્બ્યુલન્સ ગાડી દર્દીને સારવાર અર્થે લઈને હાલોલ તરફ જઈ રહી હતી. તે સમયે એલ.એમ.પાવર કંપની નજીકથી પસાર થઈ રહેલા એક્ટિવા ચાલક રાજેન્દ્રસિંહ નટવરસિંહ ગોહિલ રહે. ખાખરીયા નાઓ એમ્બ્યુલન્સની અડફેટે આવી ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે રાજેન્દ્રસિંહને માથાના ભાગે ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.અકસ્માતની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.જોકે અક્સ્માત થતા તેઓને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પર ના તબીબે મૂર્ત જાહેર કર્યા હતા આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો તુરંત જ સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી હતી.અચાનક બનેલી આ ઘટનામાં પરિવારે પોતાના સ્વજન ગુમાવતા ખાખરીયા ગામ સહિત પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.










