યુવાનો માટે રાષ્ટ્રીય મંચ : 30 સપ્ટેમ્બર સુધી વિકસિત ભારત ક્વિઝ 2027માં જોડાઈ શકાશે

પ્રકાશ આર રાવળ
પાટણ

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા યુવાનોની પ્રતિભા, વિચારો અને નેતૃત્વ ક્ષમતાને રાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન અને મંચ આપવા માટે ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2027’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વધુમાં વધુ યુવાનો જોડાય તે માટે અપીલ કરવામાં આવી છે.

પાટણ જિલ્લા યુવા અધિકારી શ્રી એ. કંચન રામરખીયાણીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમના પ્રથમ તબક્કા તરીકે ‘વિકસિત ભારત ક્વિઝ 2027’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્વિઝમાં 15થી 29 વર્ષની વયજૂથના યુવાનો ભાગ લઈ શકશે.

વિકસિત ભારત ક્વિઝ 2027માં ભાગ લેવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2026 છે. યુવાનો માય ભારત પોર્ટલ પર જઈને અથવા ઉપલબ્ધ QR કોડ સ્કેન કરીને નિઃશુલ્ક રજીસ્ટ્રેશન કરાવી શકશે. મોબાઈલ નંબર અથવા ઈ-મેલ દ્વારા સત્યાપન કર્યા બાદ યુવાનો પોતાની પસંદગીની 22 ભારતીય ભાષાઓમાંથી કોઈપણ ભાષામાં ક્વિઝમાં ભાગ લઈ શકશે. સાથે જ સંબંધિત વિષય અંગે પોતાના વિચારો પણ રજૂ કરી શકશે.

ક્વિઝના આધારે પસંદગી પામેલા યુવાનોને રાષ્ટ્રીય સ્તરે પોતાના વિચારો, નવાચાર અને સૂચનો રજૂ કરવાની તક મળશે. આ પ્રક્રિયા દ્વારા પસંદગી પામેલા યુવાનોને વડાપ્રધાન સાથે સીધા સંવાદની તક પણ મળી શકે છે.

‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2027’નો મુખ્ય કાર્યક્રમ 12 જાન્યુઆરી, 2027ના રોજ સ્વામી વિવેકાનંદ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસના અવસરે ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે યોજાશે.

પાટણ જિલ્લાના 15થી 29 વર્ષની વયના તમામ યુવાનોને આ રાષ્ટ્રીય પહેલમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા, વિચારો અને નેતૃત્વ ક્ષમતાને રાષ્ટ્રીય મંચ સુધી પહોંચાડવા માટે જિલ્લા યુવા અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો