MORBI:મોરબીમાં ‘બાળ દ્વારા સંચાલિત મહાનગરપાલિકા’ કાર્યક્રમ યોજાયો: ૭ શાળાઓના ૭૦ વિદ્યાર્થીઓએ વહીવટી અને લોકશાહી પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ લીધો

મોરબી:બાળકોમાં લોકશાહી મૂલ્યો, નાગરિક જવાબદારી અને વહીવટી તંત્રની સમજ વિકસે તે હેતુથી મોરબી મહાનગરપાલિકા દ્વારા મુખ્ય કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે એક અનોખી પહેલરૂપે “બાળ દ્વારા સંચાલિત મહાનગરપાલિકા” કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરની વિવિધ ૭ શાળાઓમાંથી કુલ ૭૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ નેતૃત્વના પાઠ શીખ્યા હતા.
વિદ્યાર્થીઓએ સંભાળ્યા વહીવટી હોદ્દા – આ કાર્યક્રમની મુખ્ય વિશેષતા એ હતી કે વિદ્યાર્થીઓ માત્ર દર્શક ન રહેતા તેમણે મ્યુનિસિપલ તંત્રની સીધી કમાન સંભાળી હતી. વિદ્યાર્થીઓને મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, કમિશનર, ડેપ્યુટી કમિશનર તેમજ વિવિધ વોર્ડના કોર્પોરેટર અને સમિતિઓના ચેરમેન જેવી વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી હતી.

ભાગ લેનાર શાળાઓ – તપોવન કોમર્સ સ્કૂલ – ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ – વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ નિર્મલ વિદ્યાલય -સાર્થક વિદ્યામંદિર – નવયુગ સ્કૂલ – નાલંદા સ્કૂલ(દરેક શાળામાંથી ૧૦-૧૦ વિદ્યાર્થીઓ) બાળ સામાન્ય સભામાં લોકપ્રશ્નોની ગૂંજ
સામાન્ય સભાની વાસ્તવિક કાર્યપદ્ધતિ મુજબ આયોજિત બાળ સભામાં વિદ્યાર્થીઓએ મોરબી શહેરના પાયાના પ્રશ્નોની ગંભીરતાપૂર્વક ચર્ચા કરી હતી. જેમાં મુખ્યત્વે: ટ્રાફિક અને – પાર્કિંગની સમસ્યા સ્વચ્છતા તથા કચરાનું યોગ્ય વ્યવસ્થાપનગ્રીન મોરબી’ અંતર્ગત વૃક્ષારોપણ – સાયકલિંગ અને વોકિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જાહેર સ્થળો, બગીચાઓ અને નાગરિક સુવિધાઓનો વિકાસ વિદ્યાર્થીઓએ પોતાના દૃષ્ટિકોણથી શહેરની સમસ્યાઓ રજૂ કરી તેના સંભવિત રચનાત્મક ઉકેલો પણ સૂચવ્યા હતા.પુસ્તકીય જ્ઞાનથી આગળ વધીને લોકશાહી અને વહીવટી નિર્ણયોની પ્રક્રિયાને પ્રત્યક્ષ સમજાવતો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ ગુણો અને શહેર પ્રત્યેની જવાબદારી કેળવવામાં એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થયો હતો.










