જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આંતર-કોલેજ વેઇટ લિફ્ટિંગ અને પાવર લિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન

જૂનાગઢ સ્થિત બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આંતર-કોલેજ વેઇટ લિફ્ટિંગ અને પાવર લિફ્ટિંગ સ્પર્ધા-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોજાયેલી ભાઈઓની સ્પર્ધામાં યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનો પ્રારંભ મંગલ પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. કોલેજના આચાર્ય ડૉ. જે. આર. વાંઝાએ મુખ્ય મહેમાન અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) પ્રતાપસિંહજી ચૌહાણ સહિત ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. કુલપતિશ્રીએ રમતવીરોને પ્રોત્સાહિત કરતાં રમતગમત ક્ષેત્રે શિસ્ત, મહેનત અને સમર્પણનું મહત્વ સમજાવ્યું હતું. ભૂતપૂર્વ આચાર્ય ડૉ. કે. ડી. ટીલવાએ પણ પોતાના રમતગમતના અનુભવો રજૂ કરી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સ્પર્ધામાં બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી વિવિધ વજન વર્ગોમાં અનેક સ્થાન મેળવ્યાં હતાં. પાવર લિફ્ટિંગમાં ૭૪ કિ.ગ્રા. વર્ગમાં સાંખટ ધવલ વાઘજીભાઈએ પ્રથમ અને જાડેજા નિર્મળસિંહ પ્રવીણસિંહે દ્વિતીય, જ્યારે ૮૩ કિ.ગ્રા. વર્ગમાં દેગામા કરણ રામજીભાઈએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ૬૬ કિ.ગ્રા. વર્ગમાં લીંબાસીયા સુમન હરેશભાઈએ તૃતીય ક્રમ મેળવ્યો હતો. વેઇટ લિફ્ટિંગમાં ૬૦ કિ.ગ્રા. વર્ગમાં મહાવદિયા અશોક અર્જનભાઈએ દ્વિતીય અને નાકરાણી પ્રિન્સ ચંદુભાઈએ તૃતીય, ૬૫ કિ.ગ્રા. વર્ગમાં જાડેજા નિર્મળસિંહ પ્રવીણસિંહે દ્વિતીય, ૭૧ કિ.ગ્રા. વર્ગમાં આશાની કિશન ખીમાનંદભાઈએ પ્રથમ, ૭૯ કિ.ગ્રા. વર્ગમાં ડાંગર તરુણ પરબતભાઈએ તૃતીય તથા ૮૮ કિ.ગ્રા. વર્ગમાં દેગામા કરણ રામજીભાઈએ પ્રથમ અને સાંખટ ધવલ વાઘજીભાઈએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. સ્પર્ધાના સફળ આયોજન માટે કોલેજના પી.ટી.આઈ. ડૉ. મોહસીન આઝાદ કુરેશીએ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી, જ્યારે કાર્યક્રમનું સંચાલન પ્રા. ભાવિક ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની ગૌરવપૂર્ણ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

24
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો