સહકારી રાજકારણમાં મોટો ભૂકંપ, APMC ચૂંટણીમાં ભાજપના ગઢમાં ભવ્ય ગાબડું!

ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી માર્કેટિંગ યાર્ડ (APMC)ની ચૂંટણીઓમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. ખાસ કરીને ધોળકા અને ઈડર APMCની ચૂંટણી પરિણામોમાં સત્તાધારી ભાજપના દશકો જૂનાગઢ, મોરબીમાં ભવ્ય ગાબડું પડ્યું છે.

અમદાવાદ/ધોળકા:
ધોળકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ની સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ સહકારી ક્ષેત્રમાં મોટો ઉલટફેર સર્જાયો છે. છેલ્લા ૩૦ વર્ષથી ધોળકા APMC પર ભાજપ પ્રેરિત પેનલનો એકચક્રી દબદબો હતો. પરંતુ આ વખતે કોંગ્રેસ પ્રેરિત ‘કિસાન વિકાસ પેનલે’ ઇતિહાસ રચીને તમામ ૧૦ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે. ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ સામે સ્થાનિક સ્તરે નારાજગી જોવા મળી હતી અને પક્ષના જ કેટલાક અગ્રણીઓએ બળવો કર્યો હતો. આ હાર સ્થાનિક ભાજપ માટે મોટો ઝટકો છે, કારણ કે જિલ્લા ભાજપ મહામંત્રી દેવેશ પટેલની પણ શરમજનક હાર થઈ છે.

બીજી તરફ સાબરકાંઠાની પ્રતિષ્ઠિત ઈડર APMC ચૂંટણીમાં પણ ભાજપને કારમો પરાજય વેઠવો પડ્યો છે. અહીં ખેડૂત વિભાગની ચૂંટણીમાં ‘ખેડૂત એકતા પેનલ’નો ભવ્ય વિજય થયો છે. ભાજપે આ ચૂંટણીમાં પહેલીવાર સત્તાવાર રીતે ‘ખેડૂત વિકાસ પેનલ’ બનાવીને મેન્ડેટ આપ્યા હતા, જે તેની સામે જ ભારે પડ્યા છે અને મતદારોએ ભાજપ પ્રેરિત પેનલને નકારી દીધી છે.

મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં પણ કોંગ્રેસ પ્રેરિત ‘ખેડૂત પરિવર્તન પેનલે’ ઐતિહાસિક ઉલટફેર સર્જ્યો છે. આ જીત સાથે મોરબી APMC પર છેલ્લા બે થી ત્રણ દાયકા જૂના ‘સહકાર પેનલ’ના શાસનનો અંત આવ્યો છે.

પરિણામો જાહેર થતાં જ વિજેતા કિસાન પેનલના સમર્થકો અને ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. માર્કેટ યાર્ડની બહાર ઢોલ-નગારાના તાલે વિજય સરઘસ કાઢવામાં આવ્યા હતા, ફટાકડા ફોડાયા હતા અને એકબીજાના મોં મીઠા કરાવીને આ ઐતિહાસિક જીતની ઉજવણી કરવામાં આવી હતી. આ પરિણામો આગામી સમયમાં ગુજરાતના સહકારી અને સ્થાનિક રાજકારણમાં મોટા ફેરફારો લાવશે તેવા સંકેતો મળી રહ્યા છે.

સહકારી ક્ષેત્રને ગુજરાતના રાજકારણની મહત્વની નર્સરી માનવામાં આવે છે. ખાસ કરીને કૃષિ ઉત્પાદન બજાર સમિતિ એટલે કે APMCની ચૂંટણીઓ માત્ર બજાર યાર્ડની વ્યવસ્થા કે વેપાર-ખેડૂત હિત સાથે જોડાયેલી ચૂંટણી નથી રહેતી, પરંતુ ઘણી વખત સ્થાનિક રાજકારણમાં કયા જૂથનું વર્ચસ્વ છે તેનું પ્રતિબિંબ પણ બની રહે છે. આવી સ્થિતિમાં તાજેતરમાં યોજાયેલી APMC ચૂંટણીના પરિણામોએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. વર્ષોથી મજબૂત ગઢ તરીકે જોવામાં આવતા વિસ્તારમાં ભાજપ સમર્થિત જૂથને પડેલા ગાબડાએ સહકારી રાજકારણમાં નવા સમીકરણોની શક્યતા ઊભી કરી છે.

ચૂંટણી પરિણામો સામે આવ્યા બાદ સહકારી ક્ષેત્રથી લઈને સ્થાનિક રાજકીય વર્તુળો સુધી એક જ ચર્ચા ચાલી રહી છે કે શું મતદારો હવે પરંપરાગત રાજકીય વફાદારી કરતાં સ્થાનિક મુદ્દાઓ, ઉમેદવારની વ્યક્તિગત સ્વીકૃતિ અને સહકારી સંસ્થાના કામકાજને વધુ મહત્વ આપી રહ્યા છે? કે પછી આ પરિણામ માત્ર સ્થાનિક જૂથબાજી અને આંતરિક મતવિભાજનનું પરિણામ છે?

APMCની ચૂંટણીમાં ભાજપના ગઢ તરીકે ઓળખાતી બેઠક અથવા વિસ્તાર પર પડેલું આ ગાબડું રાજકીય રીતે એટલા માટે પણ મહત્વનું છે કે સહકારી સંસ્થાઓમાં લાંબા સમયથી ચોક્કસ જૂથોનું પ્રભુત્વ રહ્યું છે. એકવાર કોઈ જૂથ સહકારી સંસ્થામાં પોતાનું સંગઠન મજબૂત કરી લે ત્યારબાદ ચૂંટણીમાં તેને પડકારવું સહેલું રહેતું નથી. છતાં આ વખતે પરિણામોએ અનેક જૂના રાજકીય ગણિતને હચમચાવી નાખ્યા છે.

ચૂંટણીના પરિણામોને ભાજપ માટે સીધી હાર તરીકે જોવી કે નહીં તે અંગે મતભેદ હોઈ શકે, પરંતુ સ્થાનિક સ્તરે મળેલું આ પરિણામ પક્ષના નેતૃત્વ માટે ચોક્કસપણે આત્મમંથનનો વિષય બની શકે છે.

ખાસ કરીને સહકારી ક્ષેત્ર ભાજપ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવા ક્ષેત્રમાં સંગઠન મજબૂત રાખવા માટે સ્થાનિક આગેવાનો વચ્ચે સંકલન, કાર્યકરોની એકતા અને મતદારો સાથે સતત સંપર્ક જરૂરી છે.

જો ચૂંટણી પહેલાં જૂથોમાં મતભેદ હોય અને તે મતભેદ મતદાન વખતે બહાર આવ્યા હોય તો ભવિષ્યમાં પક્ષ માટે આવી પરિસ્થિતિ ટાળવી પડકારરૂપ રહેશે.

આ પરિણામ ભાજપના સ્થાનિક સંગઠનને પોતાની વ્યૂહરચનાનું પુનર્મૂલ્યાંકન કરવાની તક પણ આપે છે.

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો