જાંબુઘોડા તાલુકાના સગર્ભા મહિલાને તાત્કાલિક લોહીની જરૂર પડતાં ભુપેન્દ્રસિંહ મકવાણા દ્વારા રક્તદાન કરી માનવતા મહેકાવી.

રિપોર્ટર.કાદિરદાઢી હાલોલ 

તા.૧૧.૯.૨૦૨૬

જાંબુઘોડા તાલુકાની એક સગર્ભા મહિલા (ANC) નું હિમોગ્લોબિન (HB) ઘટીને માત્ર ૬% જેટલું થઈ જતાં તેમને તાત્કાલિક ધોરણે લોહી ચડાવવાની ગંભીર જરૂરિયાત ઊભી થઈ હતી. આ સ્થિતિમાં સમયસર લોહી ન મળે તો માતા અને બાળકના જીવનું જોખમ વધી શકે તેમ હતું.આ સ્થિતિની જાણ થતાં જ સામાજિક જવાબદારી અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતાં ભુપેન્દ્રસિંહ મકવાણા તુરંત બોડેલી સ્થિત સંગમ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમણે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું, જેનાથી સગર્ભા મહિલાને સમયસર મદદ મળી રહી હતી.ભુપેન્દ્રસિંહ મકવાણાના આ સમયસૂચકતા અને પ્રેરણાદાયી કાર્યાન્વિત પગલાં બદલ હોસ્પિટલના તબીબી સ્ટાફ તેમજ મહિલાના પરિવારજનોએ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે રક્તદાનનું મહત્ત્વ ફરી એકવાર સાબિત થયું છે કે “રક્તદાન એ જ મહાદાન” છે અને એક નાનકડું યોગદાન પણ કોઈનો કિંમતી જીવ બચાવી શકે છે.

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો