રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ, તા. 11 સપ્ટેમ્બર, 2026: નાઈજીરિયાના ઉપ-રાષ્ટ્રપતિ કાશીમ શેટ્ટીમા તેમના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદ ખાતેનો તેમનો પ્રવાસ પૂર્ણ થયા બાદ તેઓ નાઈજીરિયા પરત ફર્યા હતા. પ્રસ્થાન સમયે અમદાવાદ એરપોર્ટ ખાતે તેમને ભાવસભર વિદાય આપવામાં આવી હતી.
આ પ્રસંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, પ્રોટોકોલ અધિકારી જવલંત ત્રિવેદી તથા અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે નાઈજીરિયાના ઉપ-રાષ્ટ્રપતિ કાશીમ શેટ્ટીમા તેમજ તેમના પ્રતિનિધિમંડળને વિદાય આપી હતી.
અમદાવાદ એરપોર્ટ ખાતે ઉપ-રાષ્ટ્રપતિ કાશીમ શેટ્ટીમાના પ્રસ્થાન દરમિયાન વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન નાઈજીરિયાના પ્રતિનિધિમંડળના કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જરૂરી પ્રોટોકોલ અને સુરક્ષા વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી.
અમદાવાદની મુલાકાત પૂર્ણ કરીને નાઈજીરિયાના ઉપ-રાષ્ટ્રપતિ અને તેમના પ્રતિનિધિમંડળના પ્રસ્થાન સાથે તેમની અમદાવાદ મુલાકાતનો સમાપન થયો હતો.










