ગઢડા તાલુકાના નવા ઉગલા ગામે વિકાસકામના નામે ચાલી રહેલા બાંધકામ વચ્ચે સર્જાયેલી એક કરુણ ઘટનામાં100 વર્ષીય વૃદ્ધાનુ ગંભીર ઈજાઓ બાદ મૃત્યુ  

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ખુલ્લો ખાડો, ખુલ્લા સળિયા અને સુરક્ષા બેરિકેડ વિના ચાલતા કામ સામે ગ્રામજનોમાં રોષ; પરિવારનો સીધો સવાલ—જવાબદારી કોની?

ગીર ગઢડા તાલુકાના નવા ઉગલા ગામે વિકાસકામના નામે ચાલી રહેલા બાંધકામ વચ્ચે સર્જાયેલી એક કરુણ ઘટનામાં 100વર્ષીય મધુબેન પુનાભાઈ જોગદીયાનું ગંભીર ઈજાઓ બાદ મૃત્યુ થયું છે.

ઘટનાએ ગામમાં શોકની સાથે બાંધકામ સ્થળે નાગરિકોની સુરક્ષા માટે કરવામાં આવતી વ્યવસ્થાઓ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

મળતી માહિતી મુજબ, મધુબેન જોગદીયા 9 સપ્ટેમ્બરના રોજ બપોર બાદ તેઓ શૌચક્રિયા માટે ગામના જૂના અવેડા તરીકે ઓળખાતા વિસ્તારમાં ગયા હતા. આ સ્થળે હાલમાં ગ્રામ પંચાયતના વિકાસકામ અંતર્ગત ટાંકીનું બાંધકામ ચાલી રહ્યું હતું.પરિવારજનોના જણાવ્યા મુજબ, મધુબેન બાંધકામની સાઇટ પર જ લપસી જતા ખુલ્લા ખાડામાં ખાબક્યા હતા. ખાડામાં બાંધકામના ખુલ્લા સળિયા અને સિમેન્ટનું સપાટ તળિયું હોવાના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે.

સ્થળનો વિડિયો સુરક્ષા વ્યવસ્થા પર મોટો સવાલ ઊભો કરે છેઆ ઘટનાને વધુ ગંભીર બનાવતી બાબત એ છે કે બાંધકામની સાઇટની સ્થિતિ જોઈ શકાય છે અને પરિવારના જણાવ્યા મુજબ સ્થળ પર ખુલ્લા ખાડા આસપાસ રાહદારીઓની સુરક્ષા માટે જરૂરી બેરિકેડ, દોરી અથવા અન્ય અવરોધક વ્યવસ્થા કરવામાં આવી હોવાનું દેખાતું નથી.

જાહેર વિસ્તારમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હોય અને લોકોની અવરજવર ચાલુ હોય ત્યારે આવી જગ્યાએ સુરક્ષાની વ્યવસ્થા કેમ કરવામાં આવી નહોતી?આ જ હવે સમગ્ર મામલાનો સૌથી મોટો સવાલ છે.

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો