ભરૂચ જિલ્લા ન્યાયાલયોમાં વર્ષ 2026 ની ત્રીજી નેશનલ લોક અદાલત શનિવારે યોજાઈ

સમીર પટેલ, ભરૂચ

 

નાલસા દ્વારા આદેશીત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ શનિવારે ભરૂચ જિલ્લા ન્યાયાલયોમાં 2026 ની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી.

ભરુચ જિલ્લા ન્યાયલય ખાતે તમામ ન્યાયધિશ, ભરુચ બાર એસોસીયેશનના વકિલો, પેરા લિગલ વોલેન્ટીયર્સ અને પેનલ એડવોકેટ્સ તેમજ પક્ષકારોની હાજરીમાં ભરુચ મુખ્ય જિલ્લા ન્યાયધિશ અને DLSA ચેરમેન જે.આર. શાહના હસ્તે દિપ પ્રજવલીત કરીને રાષ્ટ્રીય લોક અદાલત ખુલ્લી મુકાઈ હતી. સાથે એડિશનલ ડિસ્ટ્રીકટ જજ ઇ.એમ.શેખ, જજ વી.આર.રાજપૂત, DLSA સેક્રેટરી પી.પી. મોકાશી, જજ બી.એસ. ગઢવી જોડાયા હતા.

લોક અદાલતમાં પ્રિ-લીટીગેશનના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતાં પહેલા સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેંડીંગ કેસો જેમાં વીજ કંપની, બેંકો, મોટર અકસ્માત, નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની કલમ 138, ફેમીલી મેટર્સ, ભરણપોષણ, સમાધાન લાયક ક્રિમીનલ કેસો, લેણાના દાવા, પાર્ટીશન સ્યુટ, મજુર તકરારના દાવા વિગેરે કેસો મુકાયા હતા.

ભરૂચ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ અને તાબાની તાલુકા કાનુની સેવા સત્તા સમિતિ ભરુચ, અંકલેશ્વર, ઝગડીયા, નેત્રંગ, વાલીયા, વાગરા, આમોદ, જબુસર, અને હાંસોટ ખાતે લોક અદાલત આયોજિત થઈ હતી.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો