તારીખ ૧૨/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આગામી ગણેશ વિસર્જન યાત્રાને લઈને શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાતના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં આ બેઠકમાં દરેક સમાજના અગ્રણી આગેવાનો, ગોધરા નગરપાલિકાના કાઉન્સિલરો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ પોલીસ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જ્યાં બેઠક દરમિયાન આગામી ગણેશ વિસર્જન શોભાયાત્રા કોમી એકતા, ભાઈચારા અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ આગેવાનોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની અને શોભાયાત્રા સુમેળભર્યા વાતાવરણમાં નીકળે તે માટે ખાતરી આપી હતી.









