તારીખ ૧૨/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
સમગ્ર માનવજાતિના કલ્યાણ અને અજ્ઞાનજન્ય ભેદવૃષ્ટિ દૂર કરી એકાત્મ ભાવના જાગરણ માટે આયોજિત રાષ્ટ્રવ્યાપી ‘એકાત્મ યાત્રા’ના અનુસંધાને કાલોલ ખાતે આવેલી MGS હાઈસ્કૂલ ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય યાત્રા દરમિયાન પધારનારા પૂજ્ય શંકરાચાર્યજી તથા વિવિધ ધાર્મિક અને આધ્યત્મિક વિભૂતિઓનું ભવ્ય સન્માન અને સ્વાગત વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો હતો.
આ સમીક્ષા બેઠકમાં શંકર દૂત અંકિત સિંહ, ન્યાસ મિશ્રા, હર્ષ પંડ્યા તેમજ એડવોકેટ સચીન ઉપાધ્યાય વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કાલોલ નગરમાંથી અગ્રણીઓ હસુભાઈ તલાટી, રમેશભાઈ ઉપાધ્યાય, હરેશભાઇ ઉપાધ્યાય, ગજેન્દ્રસિંહ, પ્રદીપસિંહ પરમાર અને વિરેન્દ્ર મહેતા તેમજ શાળાના સુપરવાઈઝર કિરણસિંહ પુવાર હાજર રહ્યા હતા.વિશ્વની તમામ સમસ્યાઓના મૂળ કારણરૂપ ભેદભાવ અને અજ્ઞાનને દૂર કરી સમગ્ર વિશ્વમાં એકાત્મતા અને અદ્વૈત ભાવનું જાગરણ કરવું.આ યાત્રા આદિ શંકરાચાર્યજીની જન્મભૂમિ કાલડી (કેરળ)થી ૧૬/૦૧/૨૭ ના રોજ પ્રારંભ થઈ મહાપ્રયાણ સ્થળ કેદારનાથ (ઉત્તરાખંડ) ખાતે તા ૧૦/૦૫/૨૭ ના રોજ સંપન્ન થશે. ૧૧૫ દિવસની આ અવિરત દક્ષિણથી ઉત્તર તરફની યાત્રા દરમિયાન ૫૦,૦૦૦ કિ.મી.થી વધુનું અંતર આવરી લેવામાં આવશે.આ રાષ્ટ્રવ્યાપી યાત્રામાં ભારતભરના મુખ્ય ૪ મહાધામ, ૧૨ જ્યોતિર્લિંગ, ૧૮ મહાશક્તિપીઠ, સપ્ત પુરી અને આચાર્ય શંકર દ્વારા પ્રતિષ્ઠિત મઠો સહિત અનેક પવિત્ર સ્થળોને સાંકળી લેવામાં આવ્યા છે.યાત્રા દરમિયાન નગરપ્રવેશ સમયે કળશપૂજન અને શોભાયાત્રા, સંત સમાગમ, વિદ્વાન સંગોષ્ઠીઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, યુવા સંમેલન તેમજ મુખ્ય તીર્થો અને નદીઓ પર મહાઆરતી તથા દીપદાન જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે.









