શહેરા પોલીસ મથકે આગામી ગણેશ ઉત્સવને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં આવેલ પોલીસ મથકે આગામી તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરા પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ. વી. સિસારાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં પી.એસ.આઈ. તાવિયાડ તથા પી.એસ.આઈ. પૂજાબેન સહિત પોલીસ સ્ટાફ વિશેષ ઉપસ્થિત રહ્યો હતો.આગામી ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર દરમિયાન સમગ્ર નગરમાં શાંતિ અને કોમી સૌહાર્દ જળવાઈ રહે તે હેતુથી યોજાયેલી આ બેઠકમાં શહેરા નગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ તથા આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન પોલીસ સત્તાવાળાઓ દ્વારા તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.તહેવાર દરમિયાન કોઈ અપ્રિય બનાવ ન બને અને અસામાજિક તત્વો નગરનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ ન કરે તે માટે પોલીસ તંત્ર દ્વારા કડક નજર રાખવામાં આવશે. બેઠકના અંતે ઉપસ્થિત તમામ આગેવાનોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં પોલીસ તંત્રને સંપૂર્ણ સહયોગ આપવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી.

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો