પારડી પોલીસ સ્ટેશનમાં જમીન વેચાણના નામે છેતરપીડીની ફરિયાદ નોધાઈ હતી

Screenshot

વાત્સલયમ્ સમાચાર

ચંદ્રવદન મકવાણા

વલસાડ જિલ્લાના કિલ્લા પારડી માં જમીન પોતાની માલિકીની હોવાનું કહી ખોટો વેચાણ કરાર બનાવી રૂપિયા 1.40 કરોડ થી વધુ પડાવ્યાનો આરોપ લાગ્યો હતો જમીન વેચાણના નામે મોટી છેતરપિંડી થયાની સામે આવી છે ફરિયાદ મુજબ આરોપીએ સપ્ટેંબર 2025 થી આજ દિન સુધી અન્ય વ્યક્તિની માલિકીની જમીન હોવાનું જાણતા હોવા છતાં જમીન પોતાની માલિકીની હોવાનું જણાવી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો આરોપીએ જમીન પોતાની સ્વતત્ર માલિકીની અને કબજા ભોગવટાની હોવાનું કહી સ્ટેમ્પ પેપર પર પરસ્પર વેચાણ કરાર જેવું લખાણ ત્યાર કરી આપ્યું હોવાનો ફ રીત ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો ફરિયાદ મુજબ જમીન ના વેચાણ પેટે આરોપીએ ફરિયાદી અને તેની પત્ની પાસેથી બેન્ક ટ્રાજેક્શન રોકડ તેમજ ગૂગલપે મારફતે કુલ રૂપિયા 1 કરોડ 40 લાખ 24200 મેળવ્યા હતા જોકે પૈસા મેળવ્યા બાદ જમીનનો દસ્તાવેજ ફરિયાદીના નામે કરી આપવામાં આવ્યો ન હતો આ ઉપરાત આરોપી એ લીધેલી રકમ પરત કરી ન હતી ફરિયાદી દ્વારા પોતાના પૈસા પરત માગવામાં આવતા ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું આ મામલે ફરિયાદી એ આરોપી વિરુદ્ધ વિશ્વાસ ઘાત છેતર પિંડી સહિતની ફરિયાદ નોંધવામાં આવી હતી પોલીસે ફરિયાદ ના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો