અરવલ્લી- લાંબા વિરામ બાદ વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશી – મોડાસા સહિત માલપુર અને મેઘરજ પંથકમાં વરસાદી ઝાપટાં, અસહ્ય ઉકળાટથી લોકોને રાહત

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી- લાંબા વિરામ બાદ વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશી – મોડાસા સહિત માલપુર અને મેઘરજ પંથકમાં વરસાદી ઝાપટાં, અસહ્ય ઉકળાટથી લોકોને રાહત

મોડાસા સહિત માલપુર અને મેઘરજ પંથકમાં વરસાદી ઝાપટાં, અસહ્ય ઉકળાટથી લોકોને રાહત

અરવલ્લી જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ શનિવારે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. માલપુર તાલુકાના સજ્જનપુરા કંપા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદી ઝાપટાં પડતાં પંથકમાં ફરી વરસાદી માહોલ જામ્યો હતો. જ્યારે મેઘરજ અને માલપુરના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.આ ઉપરાંત મોડાસા શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થતાં અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકોને આંશિક રાહત મળી હતી. એક માસ જેટલા લાંબા વિરામ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

વરસાદની લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતોમાં વરસાદને પગલે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદના અભાવે સુકાવા તરફ જઈ રહેલા મગફળી, સોયાબીન, મકાઈ અને પપૈયા સહિતના ઊભા પાકોને વરસાદથી નવું જીવનદાન મળવાની આશા ખેડૂતોમાં જાગી છે.હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે પડેલા વરસાદથી ખેડૂતોમાં પણ રાહતની લાગણી જોવા મળી રહી છે. વરસાદ માટે પ્રાર્થના કરી રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશાસ્પદ બન્યો છે. જોકે, પાક માટે પૂરતો વરસાદ થાય અને આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે.

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો