સુરતમાં વસતી લીલાખા ગામની બહેનો એકત્ર થઈ; વતનની યાદો તાજી કરી ભવિષ્યમાં પણ અવનવા આયોજનો કરવાનો સંકલ્પ લીધો

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના નાનકડા લીલાખા ગામની અને હાલ સુરત ખાતે વસવાટ કરતી બહેનો દ્વારા એક ખાસ ‘સખી સ્નેહ મિલન’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરતમાં રહેતી ગામની તમામ બહેનો એકસાથે એકત્રિત થઈ હતી અને અત્યંત સ્નેહભર્યા તથા આત્મીય વાતાવરણમાં એકબીજાને મળી હતી.
આ સ્નેહ મિલન દરમિયાન બહેનોએ પોતાના વતન લીલાખ સાથે જોડાયેલી નાનપણની અને ગામની સોનેરી યાદો તાજી કરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સુરતમાં વસતી લીલાખ ગામની બહેનો વચ્ચે પરસ્પર સ્નેહ, એકતા અને આત્મીયતા જળવાઈ રહે તથા મુશ્કેલી કે સુખ-દુઃખના સમયે એકબીજાને સાથ-સહકાર મળી રહે તે માટેનો હતો. લાંબા સમય બાદ એકસાથે મળવાનો મોકો મળતાં તમામ બહેનોમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
કાર્યક્રમમાં બહેનોએ વિવિધ વાતો અને આનંદપ્રમોદ સાથે ઉત્સાહપૂર્વક સમય વિતાવ્યો હતો. કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને ભોજનનો આનંદ લીધો હતો અને ભવિષ્યમાં પણ આ જ રીતે એકતા જાળવી રાખીને આવા સ્નેહ મિલનના કાર્યક્રમો નિયમિતપણે યોજવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત











