નવસારી મનપાના મેયર સહિતના પદાધિકારીઓ ઇટાળવા તળાવ, GUDC કામગીરીની સ્થળ ફિલ્ડ વિઝિટ કરી

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી કામગીરીની પ્રગતિની સમીક્ષા તેમજ સ્થાનિક નાગરિકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણના હેતુસર મેયર અશોકભાઈ ધોરાજીયા, સ્થાયી સમિતિના ચેરમેન મુકેશભાઈ અગ્રવાલ તથા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય (IAS) દ્વારા વિવિધ વિસ્તારોની ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હતી.

ફિલ્ડ વિઝિટ દરમિયાન સૌપ્રથમ ઇટાળવા ખાતે GUDC દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઇટાળવા તળાવ ખાતે ચાલી રહેલી કામગીરીની પણ સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓ પાસેથી પ્રગતિ અંગેની વિગતો મેળવવામાં આવી હતી. તળાવ તથા સંલગ્ન વિકાસકામો સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે માટે સંબંધિત એજન્સી તથા કોન્ટ્રાક્ટરોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ ઉપરાંત ચોવીસી આહિરવાસ અને ધારાનગર વિસ્તારમાં સ્થાનિક નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રેનેજ તથા રસ્તા સંબંધિત પ્રશ્નોનું સ્થળ પર જ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભાણા પેટ્રોલ પંપ પાસે તથા શનિદેવ મંદિર નજીક સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અંગે પણ સ્થળ મુલાકાત લઈ સમસ્યાઓના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

ફિલ્ડ વિઝિટ દરમિયાન મહાનગરપાલિકાના નગરસેવકો, ડેપ્યુટી કમિશનર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા વિકાસકામોમાં જરૂરી સુધારા-વધારા સાથે કામગીરી વધુ વેગવંતી, ગુણવત્તાસભર અને સમયસર પૂર્ણ થાય તે માટે પદાધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્થાનિક પ્રશ્નો અંગે સ્થળ પર જ સમીક્ષા થવાથી નાગરિકોને ઝડપી રાહત મળે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો