WAKANER:વાંકાનેરમાં ૧૪ સપ્ટેમ્બરે ભવ્ય ગણપતિ શોભાયાત્રા યોજાશે

WAKANER:વાંકાનેરમાં ૧૪ સપ્ટેમ્બરે ભવ્ય ગણપતિ શોભાયાત્રા યોજાશે

“‘માર્કેટ ચોક ગણપતિ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત શોભાયાત્રામાં શહેર-તાલુકાના ગણપતિ મંડળોને જોડાવા જાહેર નિમંત્રણ”‘

વાંકાનેર: ગણેશ મહોત્સવની ધાર્મિક આસ્થા અને ઉત્સાહ વચ્ચે વાંકાનેર શહેરમાં માર્કેટ ચોક ગણપતિ મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય ગણપતિ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૪ સપ્ટેમ્બર, સોમવારના રોજ સવારે ૯:૩૦ કલાકે યોજાનારી આ શોભાયાત્રામાં વાંકાનેર શહેર તેમજ તાલુકાના વિવિધ ગણપતિ મંડળો અને ધર્મપ્રેમી ભક્તજનો મોટી સંખ્યા માં જોડાય તેવી અપેક્ષા છે.

આયોજકો દ્વારા ભગવાન શ્રી ગણપતિદાદાની પ્રતિમા તથા સુશોભિત વાહન સાથે શોભાયાત્રામાં જોડાવા માટે શહેર-તાલુકાના તમામ ગણપતિ મંડળોને હાર્દિક જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે. ગણપતિ બાપાના જયઘોષ, ઢોલ-નગારાં અને ધાર્મિક માહોલ વચ્ચે યોજાનારી આ યાત્રા વાંકાનેરના ગણેશોત્સવમાં વિશેષ આકર્ષણ બનશે. શોભાયાત્રાનો પ્રારંભ જિનપરા ચોક, વાંકાનેરથી થશે અને શહેરના માર્ગો ઉપરથી પસાર થઈ માર્કેટ ચોક સુધી પહોંચશે. આયોજક સમિતિએ તમામ ગણેશભક્તોને શિસ્તબદ્ધ રીતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શોભાયાત્રાની શોભા વધારવા અપીલ કરી છે.

તારીખ: ૧૪-૦૯-૨૦૨૬, સોમવાર સમય: સવારે ૯:૩૦ કલાકે પ્રસ્થાન: જિનપરા ચોક, વાંકાનેર રૂટ: શહેરના માર્ગો ઉપરથી માર્કેટ ચોક સુધી આયોજક: માર્કેટ ચોક ગણપતિ મહોત્સવ સમિતિ, વાંકાનેર

26
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો