GUJARAT:ગુજરાતના પ્રાથમિક શિક્ષકો જુદી જુદી 27 જેટલી એપમાં ઓનલાઈન કામગીરીથી ત્રાહિમામ

GUJARAT:ગુજરાતના પ્રાથમિક શિક્ષકો જુદી જુદી 27 જેટલી એપમાં ઓનલાઈન કામગીરીથી ત્રાહિમામ

 

ગુજરાતના પ્રાથમિક શિક્ષકો પાસે એટલી હદે ઓનલાઈન કામગીરી કરાવવામાં આવે છે કે “ગણેશોત્સવ” લખ્યું હોય તો “ગુણોત્સવ” વંચાય છે,

 

ગુજરાતમાં વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે અનેકવિધ પોર્ટલમાં કરાવાતી ઓનલાઈન કામગીરીથી શિક્ષકોમાં કચવાટ

 

ગુજરાતના પ્રાથમિક શિક્ષકો પાસે લેવાતી ઓનલાઈન કામગીરીના કારણે શિક્ષણનું સ્તર કથળિયું.

 

 

ઈ.સ. ૧૯૯૬ થી શરૂ કરીને છેક ૨૦૧૭ સુધી યોજાયેલ તમામ શૈક્ષણિક સર્વે (NAS, PARAKH, ASER, GAP વગેરે)માં ગુજરાતનું પરિણામ ખૂબ સારું આવ્યું હતું.ઈ.સ.૨૦૨૧ માં ઘટ્યું

ઈ.સ.૨૦૨૪ માં ઘટીને તળિયે પહોંચ્યું!એટલે ઈ.સ. ૨૦૧૭ પહેલાંનું જે બંધ કે મંદ થયું છે તે અને ૨૦૧૭ પછી જે પણ થયું છે એના પર ચર્ચા વિચારણા કરવામાં આવે તો એની પાછળનું મુખ્ય કારણ છે શિક્ષકો પાસે લેવામાં આવતી બીએલઓ સહિતની અઢળક બિન શૈક્ષણિક કામગીરી અને લગભગ 27 સતાવીસ જેટલી જુદી જુદી એપ અને જુદા જુદા પોર્ટલ પર સતત માહિતીઓ અને ફોટાઓ અપલોડ કરવાની નિર્થરક કામગીરી જેમાં મોટા ભાગની માહિતીઓ બેવડાતી હોય છે,

ચાલો એ તમામ એપ અને પોર્ટલ પર કરવાની કામગીરી વિસ્તૃત રીતે જાણીએ

 

1,CTS પોર્ટલ:- શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં નવા વિદ્યાર્થીઓની 56 જાતની માહિતી અપલોડ કરવી અને જે શાળાના જુના વિદ્યાર્થીઓ છે એમની 56 જાતની માહિતી અપડેટ કરવી મોટા ભાગની માહિતી એજ ઈટ ઈઝ હોય છે છતાં બધા જ કોલમ અપડેટ કરવા પડે છે.

 

2,UDISE+ જે માહિતી CTS માં હોય છે એજ માહીતી એટલી જ UDISE+ હોય છે ફરીવાર એજ માહિતી અપલોડ કરવાની થાય છે બંને પોર્ટલ મર્જ કરવામાં આવે તો કામગીરી ઘટાડી શકાય.

 

3,અપાર આઈ.ડી.:- શાળામાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓના અપાર આઈડી બનાવવાના હોય છે,જેમાં વિદ્યાર્થીઓના આધારકાર્ડ અને સ્કૂલમાં વિદ્યાર્થીનું નામ મેચ થતું હોય તો જ અપાર આઈ.ડી.ક્રિએટ થાય છે પણ ઘણા વિદ્યાર્થીઓના નામ મીસમીચે હોય કામગીરી સતત ચાલુ જ રહે છે,

 

4,ડીઝીટલ ગુજરાત પોર્ટલ:- આ પોર્ટલ પર દર વર્ષે વિદ્યાર્થીઓની બીવીથી ધો.5 માત્ર રૂપિયા 1650/- અને ધો.6 થી 8 ની રૂપિયા 1950/- શિષ્યવૃત્તિ દરખાસ્ત કરવી લોઢાના ચણા ચાવવા સમાન હોય છે,જેમાં 56 જેટલી ડિટેઈલ ઓલરેડી અપલોડ કરેલી જ હોય છે છતાં પણ અપલોડ કરવી પડે છે અને દર વર્ષે નવી નવી માહિતી ઉમેરવામાં આવે છે જેમ કે આ વર્ષે તમામ વિદ્યાર્થીઓના મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી ફરજીયાત કરવામાં આવ્યા મેલ આઈડી બધા વિદ્યાર્થીઓ પાસે હોતા નથી,શિષ્યવૃત્તિ દરખાસ્ત કરવાની કામગીરી ખુબજ જટિલ હોય આખું વર્ષ ચાલુ જ રહે છે,

 

(5)SAS પોર્ટલ :- આ પોર્ટલમાં દર માસે શિક્ષકોના પગારબિલ બનાવવાના હોય છે,

 

(6) પ્રેશા પોર્ટલ:- આ પોર્ટલમાં પણ દર માસે શિક્ષકોના પગારબીલ બનાવવાના હોય છે,બંન્ને પોર્ટલ પર પગરબીલ જ બનાવવાના છે તો બે પોર્ટલ શા માટે? SAS પોર્ટલ ખુબજ સરળ રીતે ચાલતું હતું તો પ્રેશા પોર્ટલ લઈ આવ્યા જે દિવસે તો ચાલતું જ નથી રાત્રે કામગીરી કરવી પડે છે.

 

(7) કર્મયોગી પોર્ટલ;- આ પોર્ટલમાં શિક્ષકોની આવકની માહિતી અપલોડ કરવાની હોય છે,દર વર્ષે તમામ શિક્ષકોના ઈન્કમ ટેક્સ રિટર્ન તો ભરવામાં આવે છે તો પછી આની શું જરૂર?

 

(8)SNA સ્પર્શ IMF પોર્ટલ :- આ પોર્ટલમાં શાળાને આપવામાં આવતી ગ્રાન્ટ વપરાશના બિલો જનરેટ કરવામાં આવે છે એમાં પણ બે લોગીન આઈડી એક મેકર આઈડી અને એક ચેકર આઈડી દાખલા તરીકે 500/- રૂપિયાની કોઈ વસ્તુ ખરીદવાની જરૂર પડી તો પહેલા દુકાનદાર પાસેથી ઉધારમાં ખરીદી કરી ડેબિટ બિલ મેળવવું પડે ત્યારબાદ મેકર આઈડીમાં એ વેપારીની બેન્ક ડિટેઈલ મેળવી વેન્ડર તરીકે રજીસ્ટ્રેશન કરવું પડે મેકર આઈડી પરથી વેન્ડર આઈડીમાં ફોરવર્ડ કરવું પડે વળી પાછું ચેકર આઈડી લોગીન કરી વેન્ડરને એપૃવ કરવું પડે,એપૃવ કર્યા બાદ ફરી પાછું મેકર આઈડીમાં લોગીન થઈ 500/-રૂપિયાની ખરીદીનું બિલ જનરેટ કરવા કેન્દ્રના 60% એટલે રૂ.300/- નું બિલ બને રાજ્યનો હિસ્સો 40% લેખે રૂ. 200/- નું બિલ એમ બે બિલ બનાવવા પડે એમાં પણ મસમોટી માહિતી અપલોડ કરવી પડે જેમ કે હેડ,પેટા હેડ,રકમ ખર્ચનો કોડ વેન્ડર નેમ,એકાઉન્ટ નંબર આઇએફએસી કોડ વગેરે અપલોડ કરીએ એટલે 500 રૂપિયા બે જુદાં જુદાં બિલ બને 300/- રૂ.એક બિલ મેંકર આઈડીમાં બન્યા પછી રૂ.200/- બીજું બિલ એજ રીતે બનાવવાનું બિલ બન્યાં પછી ચેકર આઈડીમાં ફોરવર્ડ કરવાનું એ કર્યા પછી ચેકર આઈડીમાં લોગીન થવાનું ત્યાં આ બિલ એપૃવ કરવાના ફરી પાછા મેકર આઈડીમાં લોગીન થવાનું ત્યાં આ બને બીલની બબે પેઈઝની બબે કોપી નીકળે એની ત્રણ નકલ કાઢવી પડે એની સાથે શાળાના લેટરપેડ ઉપર રૂ.300 અને રૂ.200 એમ બે ફોરવર્ડિંગ બનાવવા એમાં પણ ઘણી બધી વિગતો ભરવાની વિગતો ભરાઈ ગયા બાદ એની પણ ત્રણ ત્રણ કોપી કાઢવાની આમ 500/- રૂપિયાના બિલ માટે 18 પેઈઝ નીકળે જે પૈકી 6 પેઈઝ શાળામાં રહે અને 12 પેઈઝ સહી સિક્કા સાથે સમગ્ર શિક્ષા કચેરીએ રજૂ કરવાં જવું પડે 500 રૂપિયાના બિલ માટે 100 કિલોમીટર દુરની શાળાના આચાર્યે જિલ્લા કચેરીએ 200 રૂપિયા ભાડું ખર્ચી બાળકના શિક્ષણ ભોગે આવવું પડે એ બિલમાં એસએસએના એકાઉટન્ટ સહી કરે ડીપીસી સાહેબ સહી કરે પછી એ બિલ ટ્રેઝરીમાં જાય ટ્રેઝરીમાં એ બિલ મંજુર થાય પછી જે તે વેપારીના ખાતામાં જમા થાય આમ 500 રૂપિયા એક મહિના બાદ વેપારીના ખાતામાં જમા થાય આ બધી મથામણના કારણે દુકાનદાર સરકારી શાળાને વસ્તુ આપવાની ના પાડે છે. SNA સ્પર્શ કર્યું એના પહેલા PFMS ખુબજ સરસ રીતે ચાલતું હતું જેમાં આ રીતે બિલ બનાવ્યા બાદ બેંકમાં ફોરવર્ડ કરવાથી સીધા અને સરળ રીતે રૂપિયા વેપારીના ખાતામાં જમા થઈ જતા પણ જાણે શિક્ષકો, આચાર્યશ્રીઓને હેરાન પરેશાન કરવા હોય એમ દર વર્ષે કંઈક ને કંઈક અવનવું અને જટિલ લાવવામાં આવે છે.

 

(9) I GOT કર્મયોગી એપ:- શિક્ષકોને આ પોર્ટલમાં અનેકવિધ અવનવી તાલીમ લેવી પડે છે,

 

(10) દિક્ષા પોર્ટલ:- આ પોર્ટલમાં પણ અનેકવિધ ઓનલાઈન તાલીમ લેવી પડે છે,

 

(11)પ્રશષ્ત એપ:- આ પોર્ટલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની અનેકવિધ માહિતીઓ અપલોડ કરવી પડે છે અને ઇન્કલુઝિંગ તાલીમ લેવી પડે છે,શાળામાં કે વર્ગમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ હોય કે ન હોય છતાં આ ઇન્કલુઝિંગ ઓનલાઈન તાલીમ લેવી ફરજીયાત હોય છે.

 

(12)KMK પોર્ટલ:- આ પોર્ટલ પર ખેલ મહાકુંભ માટે એન્ટ્રી કરવી પડે છે.

 

(13) ઇનોવેશન ફેર:- પ્રોજેકટ ઇનોવેશન માટે એન્ટ્રી કરવાની હોય છે.

 

(14),ઈકો ક્લબ એક પેડ માં કે નામ પોર્ટલ પર વૃક્ષા રોપણના ફોટા અને માહિતી અપલોડ કરવી પડે છે.

 

(14) SHVR પોર્ટલ: આ પોર્ટલ પર ઉપર પણ શાળાની સફાઈ,સેનિટેશન વૃક્ષા રોપણ વગેરેની માહિતી અપલોડ કરવી પડે છે.

 

(15) સ્વીફચેટ:- આ પોર્ટલમાં શિક્ષકો, વિદ્યાર્થીઓની હાજરી તેમજ ત્રિમાસિક,સત્રાંત પરીક્ષા એમ કુલ ચાર પરિક્ષાના માર્કની એન્ટ્રી કરવી.

 

(16) નિપુણ ભારત અંતર્ગત વાચન, લેખન,ગણન માર્કની એન્ટ્રી કરવી.

 

(17)જ્ઞાનસેતુ:- આ પોર્ટલ પર ધો.5 ના વિદ્યાર્થીઓની CET પરીક્ષા માટેનું રજિસ્ટ્રેશન કરવું, હોલ ટીકીટ ડાઉનલોડ કરવી રિઝલ્ટ ડાઉનલોડ કરવું, મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓની બેંક એકાઉન્ટ પાસબુકની ઝેરોક્ષ આધારકાર્ડ તેમજ આવકના જાતિના દાખલા,સ્કૂલનું પ્રમાણ પત્ર વગેરે અપલોડ કરવા પડે છે.

 

(18)જ્ઞાન સાધના:- આ પોર્ટલ પર ધો.8 ના વિદ્યાર્થીઓની જ્ઞાન સાધના પરીક્ષા માટેનું રજિસ્ટ્રેશન કરવું, હોલ ટીકીટ ડાઉનલોડ કરવી રિઝલ્ટ ડાઉનલોડ કરવું, મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓની બેંક એકાઉન્ટ પાસબુકની ઝેરોક્ષ આધારકાર્ડ તેમજ આવકના જાતિના દાખલા,સ્કૂલનું પ્રમાણ પત્ર વગેરે અપલોડ કરવા પડે છે.

(20) ટીચર પોર્ટલ:- આમાં પણ શિક્ષકોની જાત જાતની માહિતી અપલોડ કરવાની તેમજ શાળાની ભૌતિક સુવિધાઓ,ટીચર પ્રોફાઈલ સ્ટુડન્ટ પોફાઇલ,ફેસિલિટી પ્રોફાઈલ વગેરે અપલોડ કરવું પડે છે.

(21) SAS પોર્ટલ:- આમાં પણ શિક્ષકોની જાત જાતની માહિતી અપલોડ કરવાની તેમજ ટીચર પ્રોફાઈલમાં ઘણી બધી વિગતો અપલોડ કરવી પડે છે.

(22) SQAAF :- ગુણોત્સવ માટે જુદી જુદી જાતની માહિતી પત્રકો ફોટા વગેરે મળીને 200 જેટલા આધારો અપલોડ કરવાં એ આધારો તૈયાર કરવા અને 69 જેટલા પ્રશ્નોના જવાબો માહિતી.પત્રકો અને ફોટા સાથે અપલોડ કરવામાં એક મહિના જેટલો સમય વ્યય થાય છે.

(23) PMSHRI SQAAF :- પીએમશ્રી શાળાઓ માટે જુદી જુદી જાતની માહિતી પત્રકો ફોટા વગેરે મળીને 100 જેટલા આધારો અપલોડ કરવાં એ આધારો તૈયાર કરવા અને 39 જેટલા પ્રશ્નોના જવાબો માહિતી પત્રકો અને ફોટા સાથે અપલોડ કરવામાં એક મહિના જેટલો સમય વ્યય થાય છે.

 

(24) BLO એપ:- મોટા ભાગના BIO તરીકે શિક્ષકો હોય વર્ષ આખું કામગીરી ચાલુ જ રહે છે એ બધી જ એન્ટ્રી ઓનલાઈન કરવી પડે છે.

 

(25) HLO એપ:- વસ્તી ગણતરીના પહેલાં તબક્કામાં ઘરે ઘરે ફરી 34 જેટલા પ્રશ્નનોની માહિતી અપલોડ કરવામાં આવી એવી જ રીતે બીજા તબક્કામાં દરેક વ્યક્તિની 40 જેટલી કોલમ ભરવી પડશે.

(26)MDM એપ :- આ એપમાં વિદ્યાર્થીઓના અલ્પાહાર તેમજ મધ્યાહ્નન ભોજનની માહિતી સંખ્યા દરરોજ અપલોડ કરવી પડે છે,

 

વળી,આ બધી એપમાં લોગીન થવા માટે એટલી બધી સિક્યુરિટી, પાસવર્ડ અને કેપ્ચા નાખીએ સાત કોઠા વીંધીએ ત્યારે માંડ માંડ લોગીન થઈ શકાય છે લોગીન થયા બાદ સર્વર પ્રોબ્લેમ નેટ પ્રોબ્લેમના કારણે પાંચ મિનિટનું કામ હોય પણ પચાસ મિનિટ થાય છે, આમ શિક્ષકોને છેલ્લા ઘણા સમયથી આવી ઓનલાઈન કામગીરીમાં રોકી રાખવામાં આવતા હોય વિદ્યાર્થીઓને ન્યાય આપી શકતા નથી અને જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય એ વિદ્યાર્થીઓ CET પરીક્ષામાં મેરિટમાં આવી ખાનગી શાળામાં પ્રવેશ મેળવી લે છે અને સરકારી શાળામાં અભ્યાસમાં કચાશ ધરાવતા વિદ્યાર્થીઓ વધે છે અને પછી સરકારી શાળામાં વાંચન લેખન અને ગણન જ કરાવવું પડે છે. ઘણી વખત શિક્ષકો વર્ગમાં આવી જરૂરી ઓનલાઈન કામગીરી કરતા હોય છે ત્યારે વાલીઓની ફરિયાદ આવે છે કે સરકારી શાળામાં શિક્ષકો વોટ્સએપ જોવામાંથી જ નવરા નથી થતા હકીકતમાં શિક્ષક ઉપરોક્ત ઓનલાઇન કામગીરીમાં વ્યસ્ત હોય છે માટે જો પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા અભિવૃદ્ધિ કરવી હોય તો શિક્ષકોને ઓનલાઈન કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે અને શાળાઓમાં કમ્યુટર સહાયકની નિમણુંક કરવામાં આવે એવી તાતી જરૂરિયાત છે.

26
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો