અંકલેશ્વર રૂરલ વિસ્તારમાં SOGની મોટી કાર્યવાહી: 1.890 કિલો ગાંજા સાથે ત્રણ ઝડપાયા

સમીર પટેલ, ભરૂચ

 

ભરૂચ: ભરૂચ જિલ્લામાં નશાકારક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી, સંગ્રહ અને વેચાણ સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી “NO DRUGS IN BHARUCH CAMPAIGN” અંતર્ગત ભરૂચ SOGએ મોટી કાર્યવાહી હાથ ધરી છે.

SOG ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઓટો રિક્ષા નંબર GJ-05-CZ-2795ને રોકી તપાસ કરતાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, સમગ્ર મામલામાં અસ્ફાક મસુતાક શેખ, મહંમદ નવાબ મહંમદ હાસીમ અંસારી અને શરીફશા ગનીશા ફકીર (દિવાન) નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

પોલીસે આરોપીઓ પાસેથી 1.890 કિલોગ્રામ ગાંજો, કિંમત રૂ.94,500, મોબાઇલ ફોન રૂ.15,000, ઓટો રિક્ષા રૂ.1.50 લાખ અને રોકડા રૂ.50,000 સહિત કુલ રૂ.3,09,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ કેસમાં મહમદશકીલ બંગલાવાલાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

ભરૂચ SOGની આ કાર્યવાહીથી જિલ્લામાં નશાના ગેરકાયદેસર નેટવર્ક સામે પોલીસની કડક કાર્યવાહીનો સંદેશો સ્પષ્ટ થયો છે.

26
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો