વાગરા તાલુકાના પહાજ ગામે અંધારાનો લાભ લઈ ઘાતક હુમલો, ગામમાં શોકનો માહોલ, પોલીસ તપાસ તેજ

સમીર પટેલ, ભરૂચ

વાગરા તાલુકાના પહાજ ગામે લોહિયાળ કાંડ સર્જાયો છે. ગામના કાછીયા ફળિયા વિસ્તારમાં મિત્રો સાથે બેસેલા 27 વર્ષીય આશાસ્પદ યુવક વસીમ ઇકબાલ દિવાન ઉપર અચાનક છરીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, બનાવના દિવસે વરસાદી માહોલ વચ્ચે અચાનક વીજળી ગુલ થઈ ગઈ હતી. આ અંધારાનો લાભ લઈ હુમલાખોરે વસીમ દિવાન પર તૂટી પડ્યો હતો. હુમલાખોરે યુવકના છાતી, હાથ અને શરીરના અન્ય ભાગો પર આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે યુવક લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.

ઘટનાને પગલે સાથે રહેલા મિત્રોએ તાત્કાલિક હિંમત દાખવી યુવકને બચાવ્યો હતો અને કાર મારફતે વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર અર્થે ભરૂચ અને ત્યારબાદ વડોદરા ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ઘટના બાદ ગામમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે. મૃતકના પરિવારમાં આક્રંદ છવાયો છે.

ઘટના સ્થળેથી છરો અને બુલેટની ચાવી મળીદરમિયાન, ઘટના સ્થળ પરથી વાયરલ થયેલા એક વીડિયોમાં હુમલામાં વપરાયેલો છરો અને બુલેટ મોટરસાયકલની ચાવી મળી આવી હોવાનું દેખાઈ રહ્યું છે. સ્થાનિક લોકોમાં આ હુમલો ગામના જ આસિફ પટેલ નામના શખ્સે કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.

ઘટનાની જાણ થતા જ વાગરા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હાલ આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

26
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો