ખેરગામના વાડમાં ખેડૂત પર દીપડાનો હુમલો, ચીખલીના કાકડવેલમાં કદાવર દીપડો પાંજરે પુરાયો

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ – ખેરગામ

 

ખેરગામ તાલુકાના વાડ ગામે નિશાળ ફળિયામાં શનિવારે સવારે ખેતી કામે જતા ખેડૂત પર દીપડાએ હુમલો કરતાં ખેડૂતને માથા અને જમણા હાથના ભાગે ઇજા પહોંચી હતી. જ્યારે ચીખલી તાલુકાના કાકડવેલ ગામે એક સપ્તાહ અગાઉ ગોઠવાયેલા પાંજરામાં ચાર વર્ષનો કદાવર દીપડો પાંજરે પુરાયો હતો.

વાડ ગામના નવીન છોટુભાઈ પટેલ સવારે ૬:૪૫ વાગ્યાના અરસામાં ખેતરે જતા હતા. તે દરમિયાન ખેતરમાં બેઠેલા દીપડાની નજીક પહોંચતા દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. નવીન પટેલે હિંમતપૂર્વક દીપડા સાથે બાથ ભીડતાં દીપડો ભાગી ગયો હતો, પરંતુ તેના ન્હોર વાગતા માથા અને જમણા હાથમાં ઇજા થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં સરપંચ અંજલી પટેલ, તાલુકા પંચાયત સભ્ય ચેતન પટેલ તથા વન વિભાગના નિકિતા પટેલે સ્થળની મુલાકાત લીધી હતી. વન વિભાગ દ્વારા ઘટનાસ્થળે પાંજરું પણ ગોઠવવામાં આવ્યું છે. બીજી તરફ ચીખલી તાલુકાના કાકડવેલ ગામે નિશાળ ફળિયામાં ખેડૂત પ્રવીણ બી. પટેલની વાડીમાં દીપડાની અવરજવર જોવા મળતાં વન વિભાગે તા. ૪/૯/૨૦૨૬ના રોજ પાંજરું ગોઠવ્યું હતું. શનિવારે વહેલી સવારે ચાર વર્ષનો કદાવર દીપડો પાંજરે પુરાતા તેને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. વન વિભાગે દીપડાનો કબ્જો લઈ ચીખલી કચેરી પરિસરમાં રાખ્યો છે. તબીબી પરીક્ષણ બાદ મોડી રાત્રે તેને જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

26
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો