JAMNAGAR:જામનગર ખાતે રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા આચાર્ય ભાવેશભાઈ પનારાનું શિક્ષણ મંત્રી હસ્તે વિશેષ બહુમાન

JAMNAGAR:જામનગર ખાતે રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા આચાર્ય ભાવેશભાઈ પનારાનું શિક્ષણ મંત્રી હસ્તે વિશેષ બહુમાન

જામનગર:શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના જન્મદિન નિમિત્તે જામનગર ખાતે પ્રજાહિત અને લોકસેવાના ૨૨ વિવિધ કાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ અવસરે જામનગર જિલ્લાનું નામ રાજ્યસ્તરે રોશન કરનાર શ્રેષ્ઠ શિક્ષકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

જોડિયા તાલુકાની શ્રી નેસડા પ્રાથમિક શાળાના કર્મઠ આચાર્ય શ્રી ભાવેશભાઈ પનારાને ૫ સપ્ટેમ્બર (શિક્ષક દિન) નિમિત્તે ગાંધીનગર ખાતે રાજ્યપાલશ્રીના હસ્તે ‘રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’ એનાયત થયો હતો. સમગ્ર જામનગર જિલ્લા માટે આ એક અત્યંત ગૌરવશાળી સિદ્ધિ હોય, શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના હસ્તે આચાર્ય શ્રી ભાવેશભાઈ પનારાને સ્મૃતિચિહ્ન અર્પણ કરી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શ્રી ખીજડા મંદિરના પૂજ્ય સંતશ્રીઓ તથા સ્વામિનારાયણ મંદિરના સંતોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને આશીર્વચન પાઠવ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવો:રાજ્યસભા સદસ્ય: શ્રી જીતેન્દ્રભાઈ કણજારીયા ધારાસભ્યશ્રીઓ: શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી મેઘજીભાઈ ચાવડા, શ્રી દિવ્યેશભાઈ અકબરી સ્થાનિક પદાધિકારીઓ: જામનગરના માનનીય મેયરશ્રી, ડી.પી.ઈ.ઓ. (DPEO) શ્રી મહેતા સાહેબ સંગઠન આગેવાનો: રાજ્ય સંઘના પ્રમુખ શ્રી દિગુભા જાડેજા, શ્રી ચંદ્રકાંતભાઈ ખાખરીયા

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ આચાર્યશ્રીની શ્રેષ્ઠ શૈક્ષણિક સેવાઓને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા.

26
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો