વિજાપુરમાં મદરેસા-એ ગરીબ નવાઝ ખાતે શિક્ષક ઉસ્તાદ દિનની ઉજવણી કરાઈ 

  1. વિજાપુરમાં મદરેસા-એ ગરીબ નવાઝ ખાતે શિક્ષક ઉસ્તાદ દિનની ઉજવણી કરાઈ
વિદ્યાર્થીઓએ નાત, મનકબત અને તકરીર રજૂ કરી ઉસ્તાદો  આદર વ્યક્ત કર્યો
વિજાપુર
  1. વિજાપુર કસ્બા મસ્જિદ, સૈયદ વાડા ખાતે આવેલા મદરેસા-એ ગરીબ નવાઝમાં પહેલીવાર શિક્ષકદિનની  ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો પ્રારંભ હઝરત સૈયદ ઈરફાન બાપુ  દ્વારા કુરઆન પાકની તિલાવત થી કરવામાં આવ્યો હત આ પ્રસંગે મદરેસાના વિધાર્થીઓ એ નાત શરીફ, મનકબત અને તકરીર રજૂ કરી ઉસ્તાદ ઈન્સાફ અલી બાડમેરી સોહરવર્દી પ્રત્યે સન્માન  અને લાગણી વ્યક્ત કરી હતી. કસ્બા મસ્જિદના મુતવલ્લી હાજી ઈદ્રિસખાન પઠાણ અશરફીએ શિક્ષક એટલે ઉસ્તાદ ના મરતબા અને વિદ્યાર્થીઓના ઘડતરમાં તેમની ભૂમિકા અંગે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા.
કાર્યક્રમમાં  સૈયદ નૂરુલ હસન બુખારી અને સૈયદ અજ્જુ ભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન મદરેસાના વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષક એટલે કે ઉસ્તાદ માટે સરપ્રાઇઝરૂપે ભેટ અને નઝરાના અર્પણ કરી લાગણીસભર વાતાવરણ સર્જ્યું હતું.
અંતે મદરેસાના બાળકો દીની તાલીમ મેળવી તેના પર અમલ કરે તથા મદરેસાની ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી ખાસ દુઆ કરવામાં આવી હતી.
26
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો