MORBI:મોરબીના પંચાસર રોડ પર જાહેરમાં જુગાર રમતી ત્રણ મહિલાઓ ₹૧૨,૨૦૦ ની રોકડ સાથે ઝડપાઈ

MORBI:મોરબીના પંચાસર રોડ પર જાહેરમાં જુગાર રમતી ત્રણ મહિલાઓ ₹૧૨,૨૦૦ ની રોકડ સાથે ઝડપાઈ

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે પંચાસર રોડ પર જાહેરમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતી ત્રણ મહિલાઓને રોકડ રકમ સાથે ઝડપી પાડી છે.

પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે પંચાસર રોડ પર આવેલી અક્ષર પાર્ક સોસાયટીમાં શિવમ પેલેસ પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના આધારે દરોડો પાડતા ત્રણ મહિલાઓ તીનપત્તીનો હારજીતનો જુગાર રમતી રંગેહાથ ઝડપાઈ ગઈ હતી.

ઝડપાયેલ આરોપીઓ:રસ્મીતાબેન મેહુલભાઈ ભીમાણી (રહે. અક્ષર પાર્ક સોસાયટી, શિવમ પેલેસ, પંચાસર રોડ) પુરીબેન વસંતભાઈ કાસુન્દ્રા (રહે. રૂદાવન પાર્ક, તનસુતી હાઇટ્સ) વર્ષાબેન મહેન્દ્રભાઈ રાજપરા (રહે. સુભાષનગર, અવની ચોકડી, મોરબી)

પોલીસે ઘટનાસ્થળેથી ₹૧૨,૨૦૦ ની રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. ત્રણેય મહિલાઓ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

26
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો