અંબાપુર માં શ્રી આઈજી સેવા ટ્રસ્ટ કમિશનર શ્રી યુવક સેવા સંસ્કૃતિક પ્રવુતિઓ ગાંધીનગરના આર્થિક સહયોગ થી સંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

કાંકરેજ વિધાનસભામા આવતા ડીસા તાલુકાના અંબાપુર (ખરડોસણ) ખાતે સમસ્ત મારવાડી લોહાણા સમાજ સંચાલિત શ્રી આઈ જીજી સેવા ટ્રસ્ટ, ખરડોસણ –અંબાપુર દ્વારા કમિશનર શ્રી યુવક સેવા સંસ્કૃતિકપ્રવુતિઓ ગાંધીનગરના આર્થિકસહયોગ થી ભવ્ય સંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.મહોત્સવમા વિશાળ સંખ્યામાં સમાજ બંધુઓ તથા ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.ભાદરવાસુદ-એકમ/બીજ નિમિત્તે યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં માતાજી ની આરતી,ભોજન પ્રસાદ, રાસ-ગરબા તથા ભવ્ય લોકડાયરો સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. માતાજીની આરતી દરમિયાન ભક્તોએ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ૧૨/૦૯/૨૦૨૬ ના રોજ રાત્રે આયોજિત રાસ-ગરબા અને ભવ્ય લોક ડાયરામાં કલાકાર કલ્યાણ નિધિ ગુજરાત સરકાર,ગાંધીનગર ના ડિરેક્ટર એવમ લોકસાહિત્યકાર દીપકભાઈ જોષી થરાવાળા, રિદ્ધિ દીપકભાઈ જોષી,લોક સાહિત્યકાર કુશા મહારાજે લોકસાહિત્ય અને લોક સંસ્કૃતિની રમઝટ બોલાવી વાતાવરણ ને મંત્રમુગ્ધ કર્યું હતું.સમગ્ર કાર્યક્રમમા ધાર્મિક માહોલ સાથે સમાજની એકતા અને ભાઈચારાની ભાવના જોવા મળી હતી.ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ભોજન પ્રસાદ સહિતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.કાર્યક્રમને સફળબનાવવા માટે શ્રી આઈજીજી સેવા ટ્રસ્ટ ના સેવંતીભાઈ ઠક્કર, કમલેશભાઈ ઠક્કર, પિયુષભાઈ ઠક્કર સહીત દરેક સભ્યો તથા સમાજના આગેવાનો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. મહોત્સવના સફળ આયોજન બદલ આયોજકો દ્વારા સહયોગ આપનાર તમામ સમાજ બંધુઓ,દાતાશ્રીઓ અને ઉપસ્થિત ભક્તજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
નટવર કે. પ્રજાપતિ,થરા
ઓગડ/કાંકરેજ તાલુકો









