સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા ખાતે હિન્દી દિવસની ઉજવણી,


વાત્સલ્યમ સમાચાર
પ્રતિનિધિ : જેસિંગ વસાવા
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડાના હિન્દી વિભાગ દ્વારા હિન્દી સપ્તાહના સમાપન પ્રસંગે ‘સપ્તધારા’ના જ્ઞાનધારા અંતર્ગત હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, ઉમરપાડાના ડૉ. કૃષ્ણદેવ તિવારીએ હિન્દી ભાષાના લગભગ ૩૫૦૦ વર્ષના ઇતિહાસ તેમજ કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) અને ડિજિટલ યુગમાં હિન્દી ભાષાના વધતા મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કોલેજના આચાર્ય ડૉ. અનિલા કે. પટેલ રહ્યા હતા. કાર્યક્રમનું સંયોજન ડૉ. રમેશ કે. વસાવા તથા પ્રા. વિશાલ એમ. વસાવાએ કર્યું હતું. સંચાલન ટી.વાય.બી.એ.ના વિદ્યાર્થીઓ રૂપેશભાઈ અને પુષ્પાબેન વસાવાએ કર્યું હતું. કાર્યક્રમમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મળી કુલ ૧૫૭ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બના
વ્યો હતો.







