છોટાઉદેપુર જિલ્લામાં પશુ આહારના વધતા ભાવ વચ્ચે દૂધના ભાવમાં વધારો કરવાની ખેડૂતોની માંગ

છોટાઉદેપુર જિલ્લામાં ગાય-ભેંસ જેવા દૂધાળા પશુઓના દાણ એટલે કે પશુ આહારના ભાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે સામે ખેડૂતોને ડેરીમાં દૂધ વેચાણ કરતા મળતા ભાવમાં ખાસ વધારો ન થતાં પશુપાલકોની ચિંતા વધી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, હાલમાં ડેરીમાં દૂધ વેચતા ગાય કે ભેંસના દૂધના ભાવ ગુણવત્તા અને ફેટ પ્રમાણે આશરે 40થી 45 રૂપિયા આસપાસ મળે છે, જ્યારે બજારમાં ગ્રાહકોને ભેંસનું દૂધ આશરે 65થી 70 રૂપિયા પ્રતિ લીટર સુધીના ભાવે મળતું હોવાનું ખેડૂતોનું કહેવું છે. એક તરફ પશુ આહાર, દોણ અને અન્ય ખર્ચ સતત વધી રહ્યા છે, તો બીજી તરફ દૂધના વેચાણમાંથી મળતી આવક તેની સરખામણીએ ઓછી હોવાથી પશુપાલન કરતા ખેડૂતો માટે આ વ્યવસાય આર્થિક રીતે પડકારરૂપ બની રહ્યો છે. પશુઓના નિભાવ ખર્ચમાં સતત વધારો થતાં ખેડૂતો હવે દૂધના ખરીદ ભાવમાં યોગ્ય વધારો કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે પશુપાલન પાછળ થતા ખર્ચને ધ્યાનમાં લઈને દૂધના ભાવમાં વધારો કરવામાં આવે તો પશુપાલકોને આર્થિક રાહત મળી શકે અને પશુપાલન વ્યવસાયને ટકાવી રાખવામાં મદદ મળી શકે.

રિપોર્ટર તોસીફ ખત્રી

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો