કચ્છ-સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં છેલ્લ કેટલાંક દિવસથી હળવાથી ભારે વરસાદ માહોલ સક્રિય છે. આ દરમિયાન 14 સપ્ટેમ્બરે રાજ્યના 250થી વધુ તાલુકામાં ભારેથી અતિભારે વરસાદથી અમદાવાદ, ભાવનગર સહિતના વિસ્તારો જળમગ્ન બન્યા છે. જો કે, હજુ મેઘતાંડવનું સંકટ ટળ્યું નથી! લો-પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સહિતની ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી હવામાન વિભાગે આગામી 20 સપ્ટેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં મંગળવારે(15 સપ્ટેમ્બર) કચ્છ-સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની ત્રણ કલાકના Nowcast પ્રમાણે, 14 સપ્ટેમ્બરે સાંજે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, બોટાદ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદ સહિતના અન્ય 21 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગ અનુસાર, 15 સપ્ટેમ્બરના રોજ કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

જ્યારે 16 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટાભાગના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

IMD અમદાવાદ મુજબ, ગુજરાતમાં મુખ્યત્વે 3 વરસાદી સિસ્ટમો સક્રિય છે અથવા તેની સીધી/અપ્રત્યક્ષ અસર વર્તાશે.
લો-પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશન: ઉત્તર ગુજરાત અને અડીને આવેલા રાજસ્થાન પર લો-પ્રેશર સિસ્ટમ સક્રિય છે, જે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ લાવવા માટે મુખ્ય જવાબદાર છે.

મોન્સૂન ટ્રફ: આ વરસાદી લાઈન નળિયા અને ઉત્તર ગુજરાત પરથી પસાર થઈ રહી છે, જે સમગ્ર રાજ્યમાં ચોમાસુ પ્રવૃત્તિને વેગ આપશે.
સાયક્લોનિક સર્ક્યુલેશનથી નીકળતી ટ્રફ લાઈન: આ લાઈન ઉત્તર ગુજરાતથી મધ્ય પ્રદેશ થઈને ઝારખંડ સુધી લંબાયેલી હોવાથી પૂર્વ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદી વાતાવરણ જાળવી રાખશે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો