શામળાજી બસ સ્ટેશન પર બસમાં નશાની હાલતમાં ફરજ બજાવતો નાથદ્વાર – રાજકોટ વોલ્વો બસનો કન્ડક્ટર ઝડપાયો –

અરવલ્લી

 

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

 

શામળાજી બસ સ્ટેશન પર બસમાં નશાની હાલતમાં ફરજ બજાવતો નાથદ્વાર – રાજકોટ વોલ્વો બસનો કન્ડક્ટર ઝડપાયો –

 

શામળાજી : નાથદ્વારાથી રાજકોટ જતી વોલ્વો બસમાં ફરજ બજાવતા કન્ડક્ટર દારૂના નશામાં હોવાની માહિતી મળતાં શામળાજી બસ સ્ટેશન ખાતે તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કન્ડક્ટર નશાની હાલતમાં મળી આવતા પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી છે.

મળતી ફરિયાદ મુજબ, તા.12 સપ્ટેમ્બરના રોજ રાત્રે ભીલોડા એસ.ટી. ડેપોના અધિકારીને માહિતી મળી હતી કે નાથદ્વારાથી રાજકોટ રૂટ પર જતી વોલ્વો બસનો કન્ડક્ટર દારૂ પીધેલી હાલતમાં છે. આથી શામળાજી બસ સ્ટેશન ખાતે બસને રોકી કન્ડક્ટરની તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી.

 

 

 

 

 

 

 

 

આ દરમિયાન રાત્રે આશરે 10:30 વાગ્યે GJ-07-TU-6415 નંબરની વોલ્વો બસ શામળાજી બસ સ્ટેશન ખાતે આવી હતી. બસના કન્ડક્ટર તરીકે ફરજ બજાવતા શૈલેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ રાય (ઉં.વ.41, રાજકોટ) ને નીચે ઉતારી તપાસ કરતાં તેઓ શરીરનું સમતોલન જાળવી શકતા ન હોવાનું અને તેમની જીભ તોતડાતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

પોલીસને જાણ કરવામાં આવતા 112 PCR ટીમ સ્થળ પર પહોંચી કન્ડક્ટરને શામળાજી પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ હતી. પંચોની હાજરીમાં તપાસ દરમિયાન કન્ડક્ટરના મોઢામાંથી દારૂના નશાની તીવ્ર વાસ આવતી હોવાનું તેમજ આંખો લાલચોળ અને ઘેનવાળી જણાઈ હોવાનું ફરિયાદમાં નોંધાયું છે આ સમગ્ર મામલે ચાલુ ફરજ દરમિયાન દારૂના નશામાં મળી આવ્યાના આક્ષેપસર કન્ડક્ટર શૈલેન્દ્રભાઈ રાય વિરુદ્ધ શામળાજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો