ચંદ્રવદન બહાદુરભાઈ મકવાણા.
પારડી તાલુકાના ગોઈમા ગામ ના ગૌમુખી ફળિયા નજીક ઉદવાડાથી નાનાપોઢા જતા માર્ગ પર બસ અને એક્ટિવા વચ્ચે ગભીર અકસ્માત સર્જાયો હતો એસટી બસ ન GJ18ZT07 નો ચાલક બસ ને પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી એક્ટિવા મોપેડ ન GJ15EH9284 ને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં એક્ટિવા સવાર ઇજામુલ હક અબ્દુલ હક ખોદ ને માથામાં અને મોઢાના ભાગમાં ગંભીર ઈજા પહોચી હતી તેમની સાથે રહેલ દિવ્યા બેનને જમણા હાથ અને પગ માં ગંભીર ઈજાઓ થતા સારવાર માટે નાનાપોંઢા ચીરંનજીવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે ઈજામુલ હક ને હોસ્પિટલ ફરજપરના તબીબોએ તપાસ બાદ મૃત જાહેર કર્યા હતા ઘટના ને પગલે પરવારમાં શોક નો માહોલ છવાયો હતો અજાણીયા બસ ચાલક સામે પારડી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો









