ધોળે દહાડે આંગડિયા પેઢીમાં લૂંટના આરોપીને વાંસદા પોલીસે આબુના જંગલમાંથી સાધુના વેશમાં ઝડપી પાડ્યો

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

માઉન્ટ આબુના અંતરીયાળ જંગલમાં આશ્રમના મહંતના સેવક તરીકે છુપાયો હતો આરોપી; વાંસદા પોલીસની કુનેહભરી કામગીરી

વાંસદા: વાંસદા ટાઉન વિસ્તારમાં ગત તા. 20 જુલાઈ, 2026ના રોજ રમેશકુમાર અંબાલાલની આંગડિયા પેઢીમાં થયેલી ₹12.50 લાખની ધોળે દહાડે લૂંટના ચકચારી ગુનામાં લાંબા સમયથી ફરાર રહેલા માસ્ટરમાઇન્ડ આરોપીને વાંસદા પોલીસે રાજસ્થાનના માઉન્ટ આબુના અંતરીયાળ જંગલમાંથી ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, આરોપીઓએ ‘ધરમપુર ખાતે આંગડિયું કરવાનું છે’ તેમ કહી આંગડિયા પેઢીનો સ્લાઇડર દરવાજો ખોલાવી અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ રોકડ ₹12,50,000ની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. આ ગંભીર બનાવની તપાસ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ, નવસારી તથા વાંસદા પોલીસની સંયુક્ત ટીમે અત્યાર સુધીમાં કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. જોકે, ગુનાનો મુખ્ય સૂત્રધાર રાજારામ ઉર્ફે રાજુ રૂપારામ ચૌધરી પોલીસની પકડથી દૂર રહ્યો હતો.

ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સતત ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન વાંસદા પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે આરોપી રાજારામ પોલીસથી બચવા માટે રાજસ્થાનના માઉન્ટ આબુ વિસ્તારમાં આવેલા અંતરીયાળ જંગલમાં એક આશ્રમમાં સાધુના વેશમાં મહંતના શિષ્ય (સેવક) તરીકે રહે છે.

ચોક્કસ બાતમીના આધારે વાંસદા પોલીસની ટીમે જરૂરી તૈયારી સાથે રાજસ્થાન પહોંચી આશ્રમ તથા આસપાસના વિસ્તારમાં ખાતરીપૂર્વક તપાસ હાથ ધરી હતી. પોલીસ ટીમે ભારે કુનેહપૂર્વક કાર્યવાહી કરી સાધુના વેશમાં છુપાયેલા માસ્ટરમાઇન્ડ રાજારામ ઉર્ફે રાજુ રૂપારામ ચૌધરી, રહે. આમલારી ગામ, અટોકાવાસ, કાલન્દ્રી, જિલ્લા સિરોહી, રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો.

 

આ સમગ્ર કામગીરીમાં વાંસદા પોલીસ સ્ટેશનના પી.આઇ. જયદીપસિંહ ચાવડા, પી.એસ.આઇ. એસ.વી. સોસલા તથા પોલીસ કર્મચારીઓ યોગેશ, નીતિન, અજીત, નરસિંહા, વિજય અને સંદીપ સહિતની ટીમે મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.

 

નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ IPS તથા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ IPS દ્વારા આપવામાં આવેલી સૂચના અને માર્ગદર્શન તેમજ વાંસદા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હરેશ ચાંદુના માર્ગદર્શન હેઠળ વાંસદા પોલીસની ટીમે આ સફળ કામગીરી પાર પાડી છે.

 

લૂંટના ગુનામાં અગાઉ ત્રણ આરોપીઓ ઝડપાયા બાદ હવે મુખ્ય સૂત્રધાર પણ પોલીસના હાથે ઝડપાતા સમગ્ર લૂંટકાંડની તપાસમાં મહત્વપૂર્ણ કડી મળી આવી છે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી લૂંટના ગુનામાં તેની ભૂમિકા તથા અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ અંગે વધુ વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

 

વાંસદા પોલીસની આ કાર્યવાહીથી લાંબા સમયથી પોલીસને ચકમો આપી રહેલા લૂંટના માસ્ટરમાઇન્ડનો આખરે પર્દાફાશ થયો છે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે ગુજરાતનો પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પ ક્લાઈમેટ ચેન્જ સામે લડતમાં ગ્રીન એનર્જી, વૃક્ષારોપણ અને સ્વચ્છ ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતની આગવી પહેલ શબ્દાંકન- સંજય શુક્લ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ અમદાવાદ, 15 સપ્ટેમ્બર, 2026

નાની બેડવણ ગામે એક્સપાયર્ડ લોટના મુદ્દે તંત્ર સામે ગંભીર સવાલો, અરજદારનો આક્ષેપ: એક્સપાયર્ડ લોટનું સેમ્પલ લેવાને બદલે ફ્રેશ પેકિંગવાળા લોટનું સેમ્પલ લેવાયું; દુકાનદાર સામે કાર્યવાહી કેમ નહીં?

Horoscope

Weather

વધુ વાંચો

નાની બેડવણ ગામે એક્સપાયર્ડ લોટના મુદ્દે તંત્ર સામે ગંભીર સવાલો, અરજદારનો આક્ષેપ: એક્સપાયર્ડ લોટનું સેમ્પલ લેવાને બદલે ફ્રેશ પેકિંગવાળા લોટનું સેમ્પલ લેવાયું; દુકાનદાર સામે કાર્યવાહી કેમ નહીં?

જિલ્લા

શહેર પસંદ કરો