આણંદની “મા” હોસ્પિટલમાં સારવાર માટે દાખલ દર્દીના સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો, સફાઈ કર્મચારી સહિત બે આરોપી ઝડપાયા

આણંદની “મા” હોસ્પિટલમાં સારવાર માટે દાખલ દર્દીના સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો, સફાઈ કર્મચારી સહિત બે આરોપી ઝડપાયા

તાહિર મેમણ – આણંદ – 15/08/2026 – આણંદની “મા” હોસ્પિટલમાં સારવાર માટે દાખલ દર્દીના સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો, સફાઈ કર્મચારી સહિત બે આરોપી ઝડપાયા આણંદ શહેર પોલીસ દ્વારા “મા” હોસ્પિટલમાં સારવાર માટે દાખલ દર્દીના સોનાના દાગીનાની ચોરીના બનાવનો ભેદ ઉકેલી આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ, હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીએ પહેરેલી સોનાની બંગડી તથા સોનાની કડી ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. બનાવને ગંભીરતાથી લઈ આણંદ શહેર પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન હોસ્પિટલમાં સફાઈ કામ કરતી સાહેદ પરવીન ગોવિંદભાઈ સોલંકી ઉપર શંકા જતા તેની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં ચોરીના ગુનામાં તેની સંડોવણી સામે આવતા અન્ય એક આરોપી સાથે તેને ઝડપી લેવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.

કબજે કરાયેલ મુદ્દામાલ:

• એક સોનાની બંગડી, અંદાજિત કિંમત રૂ. 1,35,000

• એક સોનાની કડી, અંદાજિત કિંમત રૂ. 3,25,000

આમ, આણંદ શહેર પોલીસે હોસ્પિટલમાં દર્દીના દાગીનાની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

નાની બેડવણ ગામે એક્સપાયર્ડ લોટના મુદ્દે તંત્ર સામે ગંભીર સવાલો, અરજદારનો આક્ષેપ: એક્સપાયર્ડ લોટનું સેમ્પલ લેવાને બદલે ફ્રેશ પેકિંગવાળા લોટનું સેમ્પલ લેવાયું; દુકાનદાર સામે કાર્યવાહી કેમ નહીં?

Horoscope

Weather

વધુ વાંચો

નાની બેડવણ ગામે એક્સપાયર્ડ લોટના મુદ્દે તંત્ર સામે ગંભીર સવાલો, અરજદારનો આક્ષેપ: એક્સપાયર્ડ લોટનું સેમ્પલ લેવાને બદલે ફ્રેશ પેકિંગવાળા લોટનું સેમ્પલ લેવાયું; દુકાનદાર સામે કાર્યવાહી કેમ નહીં?

જિલ્લા

શહેર પસંદ કરો