ગિરિમથક સાપુતારા સર્પગંગા તળાવમાં બોટિંગના નામે પ્રવાસીઓ પાસેથી વધારાના વસૂલાત નો આક્ષેપ….

વાત્સલ્યમ સમાચાર

  મદન વૈષ્ણવ

સાપુતારામાં બોટિંગ સંચાલકો બોટ ટિકિટ ઉપરાંત લાઈફ જેકેટના અલગ ચાર્જ વસૂલાતની ફરિયાદ; બે વ્યક્તિ માટે કપલ બોટ ઉપલબ્ધ કરાવવા પ્રવાસીઓની માંગ ઉઠી

પ્રાપ્ત અહેવાલ મુજબ ગુજરાતના પ્રસિદ્ધ ગિરિમથક સાપુતારા ખાતે સર્પગંગા તળાવમાં નૌકાવિહારનો આનંદ માણવા આવતા પ્રવાસીઓ પાસેથી વસૂલવામાં આવતા બોટિંગના ચાર્જને લઈને ફરિયાદો ઉઠી છે. પ્રવાસીઓના જણાવ્યા મુજબ બોટ ટિકિટના દર ઉપરાંત લાઈફ જેકેટના નામે પણ અલગથી રકમ લેવામાં આવતી હોવાના કારણે બોટિંગ વ્યવસ્થાની પારદર્શિતા અંગે સવાલો ઉભા થયા છે.

 

સર્પગંગા તળાવ ખાતે બોટિંગ માટે લગાવવામાં આવેલા દરપત્રક મુજબ 4 વ્યક્તિની બોટ માટે રૂ.400 બોટ ટિકિટ અને રૂ.80 લાઈફ જેકેટ મળી કુલ રૂ.480, જ્યારે 6 વ્યક્તિની બોટ માટે રૂ.600 બોટ ટિકિટ અને રૂ.120 લાઈફ જેકેટ મળી કુલ રૂ.720 દર્શાવવામાં આવ્યા છે.

 

આ અંગે પ્રવાસીઓનો મુખ્ય સવાલ એ છે કે લાઈફ જેકેટ પ્રવાસીઓની સુરક્ષા માટે ફરજિયાત હોય તો તેના માટે અલગ ચાર્જ વસૂલવાની જોગવાઈ છે કે કેમ? તેમજ આ પ્રકારની વસૂલાત ઈજારાની શરતોમાં સામેલ છે કે નહીં તે અંગે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

 

આ ઉપરાંત બે વ્યક્તિ બોટિંગ કરવા આવતા કપલ અથવા નવદંપતીને બે વ્યક્તિની બોટ ઉપલબ્ધ ન હોવાની પણ ફરિયાદો સામે આવી રહી છે. પ્રવાસીઓના જણાવ્યા મુજબ હાલમાં મુખ્યત્વે 4 અને 6 વ્યક્તિની બોટ ઉપલબ્ધ હોવાથી બે વ્યક્તિ બોટિંગ કરવા આવે ત્યારે તેમને ચાર વ્યક્તિની બોટનો ચાર્જ ચૂકવવો પડતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

 

આ પરિસ્થિતિને પગલે સર્પગંગા તળાવનું બોટિંગ ખાનગી ઈજારદારને સોંપતી વખતે નક્કી કરવામાં આવેલી શરતો અંગે પણ સવાલો ઉઠ્યા છે. ઈજારાના કરારમાં બે વ્યક્તિ માટે કપલ બોટની જોગવાઈ છે કે નહીં, લાઈફ જેકેટ માટે અલગ ચાર્જ લેવાની મંજૂરી છે કે નહીં તથા પ્રવાસીઓ પાસેથી કયા દરે વસૂલાત કરવાની મંજૂરી આપવામાં આવી છે તેની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

 

પ્રવાસીઓ પાસેથી લેવામાં આવતી દરેક રકમની સત્તાવાર રસીદ આપવામાં આવે છે કે નહીં, દરપત્રક અને ઈજારાની શરતો વચ્ચે કોઈ તફાવત છે કે નહીં તેમજ મંજૂર દર કરતાં વધુ વસૂલાત કરવામાં આવે છે કે નહીં તેની પણ તપાસ જરૂરી બની છે.

 

સાપુતારા પ્રવાસન સ્થળ હોવાથી અહીં આવતા પ્રવાસીઓને સારી અને પારદર્શક સુવિધા મળે તે માટે તંત્ર દ્વારા બોટિંગ વ્યવસ્થાની યોગ્ય ચકાસણી કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો અને પ્રવાસીઓમાં ઉઠી રહી છે. ખાસ કરીને નવનિયુક્ત ચીફ ઓફિસર દ્વારા સમગ્ર મામલે તટસ્થ તપાસ કરી ઈજારાની શરતો અને બોટિંગના મંજૂર દર અંગે સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

 

જો તપાસ દરમિયાન નિયમ વિરુદ્ધ વસૂલાત અથવા ઈજારાની શરતોનો ભંગ જણાય તો જવાબદારો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે ગુજરાતનો પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પ ક્લાઈમેટ ચેન્જ સામે લડતમાં ગ્રીન એનર્જી, વૃક્ષારોપણ અને સ્વચ્છ ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતની આગવી પહેલ શબ્દાંકન- સંજય શુક્લ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ અમદાવાદ, 15 સપ્ટેમ્બર, 2026

Horoscope

Weather

વધુ વાંચો

વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે ગુજરાતનો પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પ ક્લાઈમેટ ચેન્જ સામે લડતમાં ગ્રીન એનર્જી, વૃક્ષારોપણ અને સ્વચ્છ ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતની આગવી પહેલ શબ્દાંકન- સંજય શુક્લ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ અમદાવાદ, 15 સપ્ટેમ્બર, 2026

જિલ્લા

શહેર પસંદ કરો