MORBI:મોરબી છ જિલ્લામાંથી હદપાર કરાયેલો શખ્સ પ્રતિબંધિત વિસ્તારમાંથી ઝડપાયો

MORBI:મોરબી છ જિલ્લામાંથી હદપાર કરાયેલો શખ્સ પ્રતિબંધિત વિસ્તારમાંથી ઝડપાયો

મોરબી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રાખવા માટે તંત્ર દ્વારા અસામાજિક તત્ત્વો સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મોરબી સહિત સૌરાષ્ટ્રના છ જિલ્લાઓમાંથી ૬ માસ માટે હદપાર કરાયેલા એક શખ્સને હદપારીના જાહેરનામાનો ભંગ કરવા બદલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે દબોચી લીધો છે.

​પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ અને કોમ્બિંગમાં હતી. તે દરમિયાન નજરબાગ રેલવે સ્ટેશન સામે આવેલા બૌદ્ધનગર-મફતીયાપરા વિસ્તારમાંથી દિનેશભાઈ બાબુભાઈ ચૌહાણ (ઉં.વ. ૩૯, રહે. મોરબી) નામનો ઈસમ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો.

​તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, સક્ષમ અધિકારી દ્વારા આ શખ્સને નીચે મુજબના છ જિલ્લામાંથી ૬ માસ માટે હદપાર કરવામાં આવ્યો હતો:

મોરબી -સુરેન્દ્રનગર -​રાજકોટ શહેર -રાજકોટ ગ્રામ્ય -​જામનગર -​કચ્છ-ભુજ હદપારીનો અમલ ચાલુ હોવા છતાં મંજૂરી વિના મોરબીની હદમાં પ્રવેશ કરીને હુકમનો અનાદર કરવા બદલ પોલીસે આરોપી સામે ધી ગુજરાત પોલીસ એકટની કલમ ૧૪૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.​આ સમગ્ર કામગીરી મોરબી સીટી બી ડિવિઝનના પીઆઈ જે.ડી. સરવૈયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી હતી.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો