પાવાગઢથી વડનગર જતી બાઈક યાત્રાનું વિજાપુરમાં ભવ્ય સ્વાગત કરાયુ

પાવાગઢથી વડનગર જતી બાઈક યાત્રાનું વિજાપુરમાં ભવ્ય સ્વાગત કરાયુ
વિજાપુર :
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના સેવા અને સમર્પણને નિમિત્તે ‘સેવા અને સંકલ્પ અભિયાન’ અંતર્ગત પાવાગઢ થી વડનગર જવા નીકળેલી બાઈક યાત્રાનું વિજાપુરના સરદાર પટેલ સ્ટેચ્યુ ખાતે યાત્રા પહોંચતા ભાજપના આગેવાનો અને કાર્યકરોએ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, ધારાસભ્ય ડો સીજે ચાવડા સહિત પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ એપીએમસી ના ચેરમેન રાજુભાઈ પટેલ તાલુકા ભાજપના પ્રમુખ હાર્દિક પટેલ શહેર પ્રમુખ અગન બારોટ સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
યાત્રાના આગેવાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. બાઈક યાત્રાને લઈ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.કુમકુમ તિલક સાથે કરવામાં આવેલ સ્વાગત બાદ આ બાઈક યાત્રા વડનગર તરફ આગળ વધી હતી.
27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો