ઉત્સવી નગરી કાલોલમાં ભવ્ય હવેલીનું નિર્માણ પૂરજોશમાં: પૂજ્ય ડૉ.શ્રી અભિષેકલાલજી મહારાજશ્રીએ બાંધકામનું નિરીક્ષણ કર્યું.

તારીખ ૧૬/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ઉત્સવી નગરી કાલોલ ખાતે શ્રી વ્રજગોવર્ધન વિલાસ હવેલીના નવનિર્માણનું કાર્ય અત્યંત ઝડપથી અને ભક્તિભાવપૂર્વક આગળ વધી રહ્યું છે. આ ભવ્ય અને દિવ્ય સંકુલના સ્વપ્નદ્રષ્ટા તથા શ્રીગોવર્ધનનાથજી હવેલીના ગાદીપતિ પૂજ્ય ગોસ્વામી ડૉ. શ્રી અભિષેકલાલજી મહારાજશ્રીએ રૂબરૂ પધારીને ચાલી રહેલા નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતુંઅદ્ભુત સ્થાપત્ય કલા: આ હવેલીમાં વ્રજભૂમિ અને મેવાડની પૌરાણિક સ્થાપત્ય શૈલીનો અદ્વિતીય સંગમ જોવા મળશે. અહીં પ્રાચીન અને અર્વાચીન સ્થાપત્ય કળાનો સુંદર સમન્વય કરવામાં આવી રહ્યો છે.અનુભવી એન્જિનિયરો અને કુશળ કારીગરો દ્વારા નિર્માણ કાર્યને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.પૂજ્ય મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ કાલોલ વૈષ્ણવ સમાજના ઉત્સાહી યુવાનો અને હવેલીના અધિકારીશ્રીઓ આ બાંધકામની દેખરેખ અને સેવામાં પોતાનો પૂરતો સમય આપી રહ્યા છે.નવનિર્માણ પામી રહેલું આ આકર્ષક અને કલાત્મક સંકુલ આગામી સમયમાં કાલોલ નગરીના અગ્રણ્ય અને જોવાલાયક સ્થાપત્યોમાં સ્થાન પામશે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

વિજાપુરના 97 વર્ષીય ડૉ. એ.કે. પટેલને રાજકોટ ના અરવિંદભાઈ મણીયાર ના જન્મજયંતિ ઉજવણી ના કાર્યક્રમનું આમંત્રણ રાજકોટ ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે રૂબરૂ મુલાકાત કરી, રાજકીય સફરની યાદો વાગોળી

જિલ્લા

શહેર પસંદ કરો