ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નં. 1 અને 2માં અંદાજે 50થી 60 હજારની વસ્તી હોવા છતાં સરકારી પ્રાથમિક શિક્ષણ, આંગણવાડી અને આરોગ્ય સેવાઓનો અભાવ હોવાની રજૂઆત

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નં. 1 અને 2માં અંદાજે 50થી 60 હજારની વસ્તી હોવા છતાં સરકારી પ્રાથમિક શિક્ષણ, આંગણવાડી અને આરોગ્ય સેવાઓનો અભાવ હોવાની રજૂઆત સાથે સ્થાનિક આગેવાનો તથા નગરપાલિકાના સભ્યોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલ કામઠી,ઝુબેર પટેલ, ઇમરાન પટેલ,સાદિક લવલી સહિતનાં આગેવાનોએ આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ,બંને વોર્ડમાં આશરે 100 જેટલી સોસાયટીઓ આવેલી છે, પરંતુ નગરપાલિકા સંચાલિત એકપણ પ્રાથમિક શાળા ન હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને અન્ય વિસ્તારોની શાળાઓમાં જવું પડે છે. વોર્ડ નં. 1ના બાળકોને સંતોષી વસાહતની શાળા તેમજ વોર્ડ નં. 2ના બાળકોને ડુંગરી-મદીના હોટલ નજીક આવેલી છીપવાડ શાળામાં અભ્યાસ માટે જવું પડે છે. સ્થાનિકોએ બંને વોર્ડમાં બે પ્રાથમિક શાળાઓ શરૂ કરવાની માંગ કરી છે.

આ ઉપરાંત નાના બાળકો માટે આંગણવાડી કેન્દ્રો તેમજ ગર્ભવતી મહિલાઓ અને સ્થાનિકોના આરોગ્યલક્ષી પ્રશ્નો માટે વોર્ડ નં. 1 અને 2માં પ્રાથમિક આરોગ્ય મંદિર કેન્દ્રો શરૂ કરવાની પણ માંગ કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ મુદ્દે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થઈ નથી.

દરમિયાન, મદીના હોટલ નજીક આવેલી અંજુમન સ્કૂલ અને છીપવાડ સ્કૂલ પાસે વિદ્યાર્થીઓ ની સુરક્ષા માટે સ્પીડ બ્રેકર મૂકવાની પણ માંગ કરવામાં આવી છે.શાળા શરૂ અને છૂટવાના સમયે આ મુખ્ય માર્ગ પર વાહનોની અવરજવર અને ઝડપ વધુ રહેતી હોવાથી અકસ્માતનું જોખમ રહેતું હોવાનો સ્થાનિકોએ ઉલ્લેખ કર્યો છે. આથી બંને શાળાઓ નજીક તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો