તા.૧૬/૯/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ જીવનનગરમાં ગણેશજીની ભક્તિભાવ સાથે સ્થાપના
ગણપતિદાદાના દર્શનથી રહીશો ભાવવિભોર.
મહાદેવધામમાં ધર્મોત્સવ છવાયો, ભક્તિન જયઘોષ.
શહેર ભા.જ.૫. ના પદાધિકારીઓ હાજરી આપશે.
Rajkot: ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, જીવનનગર ગણપતિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ સમિતિ, મહિલા મંડળ ના સંયુક્ત ઉપક્રમે જીવનનગર કા વિઘ્નહર્તા દેવાધિદેવનું સ્થાપન કરતા મહાદેવધામમાં ધર્મોત્સવ સાથે ભક્તિનો જયઘોષ નાદ થયો હતો. ગણપતિદાદાના દર્શનથી રહીશો ભાવવિભોર થયા હતા.

સમિતિના પ્રમુખ–એડવોકેટ જયંત પંડયાએ જીવનનગર કા વિઘ્નહર્તા સ્થાપન વખતે શ્રધ્ધાળુઓનું સ્વાગત કરતા જણાવ્યું કે આ પવિત્ર જગ્યામાં મહોત્સવ દરમ્યાન રહીશો સાથે નાગરિક ધર્મ, માનવતાને ધ્યાનમાં લેવામાં આવે છે. ઘોંઘાટ, અબીલ ગુલાલ કંકુ – ઢોલ-નગારા, માઈક સીસ્ટમને તિલાંજલી આપી શાસ્ત્ર મુજબ પૂજન-અર્ચન, ધ્યાન, આરતી, પૂજા વિગેરે કરવામાં આવે છે. રહીશોને તકલીફ ન પડે તેનું ધ્યાનમાં લેવામાં આવે છે. પ્રસાદનો બગાડ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ફાસ્ટ ફુડ, દાબેલી, પીઝા કે અન્ય ખાદ્ય વસ્તુ પ્રસાદમાં રાખવામાં આવતી નથી. વધેલો પ્રસાદ જરૂરીયાતમંદને રાત્રે જ પહોંચતો કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓની ભક્તિને કેન્દ્ર રાખવામાં આવે છે.
મંદિરના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ મહોત્સવની સમગ્ર તૈયારી સાથે આયોજન કરે છે. બે દિવસના મહોત્સવમાં સ્થાપન, મહાઆરતી, દિપમાલા, શણગાર, રોશની વિગેરેથી ગણપતિદાદાને વિશેષ શોભાયમાન કરવામાં આવ્યા છે. ધર્મોત્સવ છવાયાની લાગણી સૌ કોઈ અનુભવે છે. રહીશો, તેના બાળકો પણ હાજર રહે છે. પટ્ટાંગણમાં ભક્તિનો સમન્વય કરવામાં આવે છે.
મહાદેવધામમાં કમિટીના નેહાબેન મહેતા, જીગીષાબેન રાવલ, શોભનાબેન ભાણવડિયા, યોગીતાબેન જોબનપુત્રા, ભારતીબેન ગંગદેવ, આશાબેન મજેઠીયા, હર્ષાબેન પંડયા, ભકિતબેન ખખ્ખર, કિર્તીબેન કગથરા, વાસંતીબેન ત્રિવેદી, જયોત્સનાબેન ગોહેલ, હિરાબેન બારોટ, હર્ષબેન ચોટાઈ, મહાઆરતી, દિપમાલા, પ્રસાદ વિતરણની કામગીરી સંભાળે છે.
સમિતિના પ્રમુખ જયંત પંડયાએ પવિત્ર યાત્રાધામ દર્શને જનારા શોભનાબેન ભાણવાડિયા, સુનિતાબેન વ્યાસને શ્રીફળ-પ્રસાદ-ફુલ આપી શુભેચ્છા પાઠવી હતી. આવતીકાલે શહેર ભા.જ.૫. ના હોદ્દેદારો-નગરસેવકો હાજરી આપશે. શ્રીમતિ જયોત્સનાબેન ટીલાળા, નીતાબેન લાલ, ઘનશ્યામભાઈ હેરભા, અશ્વિનભાઈ ભોરણીયા, પૂર્વ નગરસેવક ચેતનભાઈ સુરેજા, નિરૂભા વાઘેલા, ડૉ. રાજેશ્રીબેન ડોડીયા, નીતાબેન વઘાસીયા, પરેશભાઈ હુંબલ, વોર્ડ પ્રભારી ધ્યેય દોશી, પ્રમુખ જયેશ ચોવટીયા, કેતનભાઈ મકવાણા, વિપુલ પંડયા સહિત આગેવાનો હાજરી આપવાના છે.







