શિહોરી ખાતે ૩૧ ઓક્ટોબર ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું..
————————————
જાહેર માર્ગો પર ગંદકી કરનાર વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવાની ચીમકી
————————————
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ના ભાગરૂપે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.બ.કાં. જિલ્લા કલેક્ટર મિહિર પટેલની સૂચના અનુસાર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં જાહેર માર્ગો પર સ્વચ્છતા જાળવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે ભીલડી ખાતે બનાસ ડેરીના વિશેષ પ્રોજેક્ટના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોવાથી પણ સ્વચ્છતા કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. કાંકરેજ તાલુકા પંચાયતના નાયબ તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ ચૌધરી,શિહોરી ગ્રામ પંચાયતના તલાટી કમમંત્રી જયેશભાઈ ચૌધરી,સરપંચ શાંતુભા ડાભી,તાલુકા પંચાયતના દંડક હઠુભા ડાભી,ડેલિકેટ પુનમસિંહ ડાભી,કાંકરેજ તાલુકા ભાજપ ઉપપ્રમુખ શાંતુભા ડાભી,શિહોરી વહેપારી એશોસિએશનના પ્રમુખ શૈલેષભાઈ ઠક્કર,વહેપારી અગ્રણી ગણપતલાલ પ્રજાપતિ,જોરૂભા ડાભી, કાંકરેજ તાલુકા ભાજપના મીડિયા સહ-ઈન્ચાર્જ અરવિંદસિંહ ભટેસરિયા સહિત ગ્રામ પંચાયતના સફાઈ કામદારોની ઉપસ્થિતિમા શ્રી વાદળી ગૌમાતાની પ્રતિમાથી ગરબી ચોક સુધીના જાહેર માર્ગો પર સફાઈ કરવામાં આવી હતી.સફાઈ અભિયાન દરમ્યાન બજારમા વહેપારીઓને જાહેર રસ્તાઓ પર કચરો ન ફેંકવા અને આસપાસ સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી.સરપંચ તથા તલાટી કમમંત્રીએ જણાવ્યું હતું કે જાહેર રસ્તાઓ પર કચરો ફેંકીને ગંદકી ફેલાવનાર વેપારીઓને પ્રથમ તબક્કે નોટિસ આપવામાં આવશે.નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો નિયમાનુસાર દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવશે.૩૧ મી ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને ધ્યાન માં રાખીને હાથ ધરાયેલા આ અભિયાન દ્વારા નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો.
99795 21530










