MORBI:મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે જૂની અદાવતમાં દુકાનદાર અને તેના મિત્ર પર હુમલો: ચાર સામે ગુનો નોંધાયો

MORBI:મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે જૂની અદાવતમાં દુકાનદાર અને તેના મિત્ર પર હુમલો: ચાર સામે ગુનો નોંધાયો

મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલી પાન-માવાની દુકાને જૂની બોલાચાલીનો ખાર રાખી કારમાં આવેલા ચાર શખ્સોએ દુકાનદાર અને વચ્ચે પડેલા તેના મિત્ર પર લાકડાના ધોકા તેમજ પાણીની બોટલ વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ઇજાગ્રસ્ત વેપારીએ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

બનાવની વિગતો અનુસાર, મહેન્દ્રનગરમાં રહેતા અને વેપાર કરતા ચંદ્રેશભાઈ રણછોડભાઈ પનારા (ઉં.વ. ૩૬)એ આરોપી શૈલેષભાઈ ગોરીયા તથા તેની સાથે આવેલા ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી ચંદ્રેશભાઈને આરોપી શૈલેષ સાથે અગાઉ બોલાચાલી થઈ હોય, તેનો ખાર રાખી આરોપીઓ આઈ-૨૦ (i20) કાર લઈને દુકાનની બહાર પાર્કિંગમાં આવ્યા હતા. ત્યારબાદ આરોપીએ તેના સાથીદાર મારફતે ચંદ્રેશભાઈને દુકાનની બહાર બોલાવ્યા હતા.

ચંદ્રેશભાઈ બહાર આવતા જ આરોપીઓએ ગાળાગાળી શરૂ કરી હતી. ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સોએ ઝપાઝપી કરી ત્યાં પડેલા લાકડાના ધોકા વડે ચંદ્રેશભાઈના હાથ-પગ તેમજ માથાના ભાગે માર માર્યો હતો. ચંદ્રેશભાઈ ત્યાંથી જીવ બચાવીને ભાગવા જતાં અન્ય સાથીદારોએ તેમને પકડી રાખી ઢીકા-પાટુનો માર માર્યો હતો.

આ દરમિયાન ચંદ્રેશભાઈને બચાવવા વચ્ચે પડેલા તેમના મિત્ર દિવ્યેશભાઈ પર પણ આરોપીઓએ હુમલો કર્યો હતો અને પાણીની મોટી ખાલી બોટલ તેમજ ઢીકા-પાટુ વડે માર મારી કાનના ભાગે ઈજા પહોંચાડી હતી. આ બનાવ બાદ ઇજાગ્રસ્ત ચંદ્રેશભાઈએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે શૈલેષ ગોરીયા સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો