MORBI:મોરબી ભાડાના મકાનમાંથી રૂ. ૧.૪૨ લાખનો વિદેશી દારૂ ઝડપાયો: એક શખ્સની અટકાયત, અન્ય એક સામે ગુનો દાખલ

MORBI:મોરબી ભાડાના મકાનમાંથી રૂ. ૧.૪૨ લાખનો વિદેશી દારૂ ઝડપાયો: એક શખ્સની અટકાયત, અન્ય એક સામે ગુનો દાખલ

મોરબી:શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસે કુબેરનગર વિસ્તારમાં આવેલા એક ભાડાના મકાનમાં દરોડો પાડી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલો મોંઘી બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી એક આરોપીની અટકાયત કરી રૂ. ૧,૪૨,૭૦૦/- ની કિંમતની ૩૪ બોટલો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ, મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કુબેરનગરમાં એક ભાડાના મકાનમાં પાસ કે પરમિટ વગર મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર રેડ પાડી તપાસ હાથ ધરતા મકાનમાંથી અલગ-અલગ પ્રીમિયમ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

દરોડા દરમિયાન પોલીસે સ્થળ પર હાજર રઘુવિરસિંહ ઉર્ફે દાદુભાઈ ભગવતસિંહ બારહટ નામના શખ્સને ઝડપી લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આ દારૂનો જથ્થો તેણે અન્ય એક શખ્સ વરૂણદાન નવલદાન ગઢવી સાથે ભાગીદારીમાં વેચાણ કરવાના હેતુથી રાખ્યો હતો.

પોલીસે સ્થળ પરથી બ્લેન્ડર્સ પ્રાઇડ, જેમસન, બ્લેક એન્ડ વ્હાઇટ, બ્લેક ડોગ, જોની વોકર બ્લેક લેબલ તેમજ દૂઅર્સ (Dewar’s) જેવી મોંઘી બ્રાન્ડની કુલ ૩૪ બોટલો (કિંમત રૂ. ૧,૪૨,૭૦૦/-) જપ્ત કરી છે. આ મામલે પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, પકડાયેલા આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે તથા ફરાર ભાગીદાર વરૂણદાન ગઢવીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો