MORBI:મોરબીમાં નવલખી રોડ પરથી વિદેશી દારૂની 59 બોટલો સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી સિટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલીંગ દરમિયાન નવલખી રોડ પરથી ગેરકાયદે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન નવલખી રોડ પર લાયન્સનગર નજીક આવેલા જલારામ એપાર્ટમેન્ટ સામેથી એક શખ્સ પ્લાસ્ટિકની થેલી લઈને શંકાસ્પદ હાલતમાં પસાર થતો નજરે પડ્યો હતો. પોલીસે તેને અટકાવી તલાશી લેતાં થેલીમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 59 બોટલો મળી આવી હતી. આ દારૂ માત્ર રાજસ્થાન અને ચંદીગઢ રાજ્યમાં વેચાણ અર્થે માન્ય હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે રૂ. 6,610ની કિંમતનો દારૂનો મુદ્દામાલ કબ્જે કરી લાયન્સનગરના રહેવાસી સુનીલભાઈ ઘોઘુભાઈ સારલા (ઉં.વ. 37) સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ) તથા 116(બી) મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.











