MORBI:મોરબી મહાપાલિકામાં ભડકો: સુરજ બાગ લોકાર્પણ પત્રિકામાંથી ચેરમેનનું નામ ગાયબ થતાં વિવાદ, WhatsApp ગ્રુપમાંથી કોર્પોરેટરો લેફ્ટ થયા

MORBI:મોરબી મહાપાલિકામાં ભડકો: સુરજ બાગ લોકાર્પણ પત્રિકામાંથી ચેરમેનનું નામ ગાયબ થતાં વિવાદ, WhatsApp ગ્રુપમાંથી કોર્પોરેટરો લેફ્ટ થયા

મોરબી મહાનગરપાલિકા (MMC) માં અધિકારીઓ અને ચૂંટાયેલા પદાધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ ફરી એકવાર જાહેરમાં આવ્યો છે. સુરજ બાગના લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં સંબંધિત સમિતિના ચેરમેનનું નામ ન છપાતા વિવાદ સર્જાયો હતો. આ મામલો છેક MMC ના સત્તાવાર વોટ્સએપ ગ્રુપ સુધી પહોંચ્યો હતો, જ્યાં તીખી રકઝક બાદ ચેરમેનને ગ્રુપમાંથી રિમૂવ કરાતા રોષે ભરાયેલા અનેક કોર્પોરેટરોએ સામૂહિક રીતે ગ્રુપ છોડી દીધું હતું.

સુરજ બાગના લોકાર્પણ માટે તૈયાર કરાયેલી પ્રથમ આમંત્રણ પત્રિકામાં બાગ બગીચા સમિતિના ચેરમેન અલ્પાબેન રોહિતભાઈ કંઝારીયાનું નામ જ ગાયબ હતું. આ બાબતે ભારે વિરોધ નોંધાતા બાદમાં બીજી સુધારેલી પત્રિકા છાપવી પડી હતી. લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યમંત્રી કાંતિભાઈ સમક્ષ ચેરમેને સીધો આક્ષેપ કર્યો હતો કે પાલિકાના અધિકારીઓ મનમાની ચલાવે છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગણકારતા નથી. તે સમયે મંત્રીશ્રીએ મામલો થાળે પાડવા સમજાવટના પ્રયાસો કર્યા હતા.

બેઠકમાં અધિકારીઓની કાર્યપદ્ધતિ સામે સવાલો

સામાન્ય સભા પૂર્ણ થયા બાદ યોજાયેલી સંયુક્ત બેઠકમાં પણ આ અસંતોષ બહાર આવ્યો હતો. કોર્પોરેટરોએ ઉગ્ર વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે ખુદ પોતાના વોર્ડમાં કાર્યક્રમો હોવા છતાં અધિકારીઓ દ્વારા સમયસર જાણ કરવામાં આવતી નથી કે યોગ્ય માન-સન્માન અપાતું નથી. આ બાબતે મેયર સમક્ષ પણ અગાઉ ફરિયાદો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર પગલાં ન લેવાયા હોવાનો સૂર ઉઠ્યો હતો.

પાલિકાના 52 કોર્પોરેટરો, કમિશનર અને ડેપ્યુટી કમિશનરના સંયુક્ત વોટ્સએપ ગ્રુપમાં આ સમગ્ર મુદ્દે ભારે ચર્ચા અને બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વણસ્યો કે બાગ બગીચા સમિતિના ચેરમેનને ગ્રુપમાંથી રિમૂવ કરી દેવામાં આવ્યા હતા. અધિકારીઓના આ વલણ સામે અન્ય કોર્પોરેટરો અને વિવિધ સમિતિના ચેરમેનોમાં ભારે નારાજગી ફેલાઈ હતી, જેના પગલે વિરોધ દર્શાવવા માટે અનેક કોર્પોરેટરો એક પછી એક ગ્રુપમાંથી લેફ્ટ થઈ ગયા હતા.

સમગ્ર ઘટનાક્રમ બાદ બાગ બગીચા સમિતિના ચેરમેન અલ્પાબેન કંઝારીયાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાતા તેમનો ફોન બંધ આવ્યો હતો. હાલ મોરબી મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચેનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો