કાલોલ નગરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સ્વચ્છતા ઝુંબેશ:ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે કર્યું શ્રમદાન.

તારીખ ૦૩/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગર ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત “સ્વચ્છતા હી સેવા-2026′ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્વચ્છતાનો ઉત્તમ સંદેશ પાઠવવામાં આવ્યો હતો.

કાલોલ નગરના સિદ્ધનાથ મહાદેવ મંદિર સામેના વિસ્તાર ખાતે યોજાયેલા આ સ્વચ્છતા અભિયાનમાં કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સાથે જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર યોગેશભાઇ પંડ્યા,કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા અને ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી, કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પારેખ તેમજ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય, પૂર્વ નગરપાલિકાના પ્રમુખ ગોપાલભાઇ પંચાલ અને પૂર્વ ઉપપ્રમુખ તુષારભાઇ શાહ સહિત અન્ય સ્થાનિક ભાજપના હોદ્દેદારો, પદાધિકારીઓ સાથે મળીને જાતે જ શ્રમદાન કર્યું હતું. જ્યાં જનપ્રતિનિધિઓએ હાથમાં સાવરણા લઈને સિદ્ધનાથ મહાદેવ મંદિર સામેના રોડ-રસ્તાઓને સાફ કર્યા હતા અને મંદિર પરિસરને સ્વચ્છ બનાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોને રોજિંદા જીવનમાં સ્વચ્છતા જાળવવા અંગેનો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો.આ સફાઈ અભિયાનમાં નગરપાલિકાના સ્ટાફ, સફાઈ કર્મચારીઓ, સંગઠનના પદાધિકારીઓ તેમજ શહેરના જાગૃત નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સૌએ સાથે મળીને સમગ્ર પરિસરને ચોખ્ખું કર્યું હતું.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

સાધલીથી પોર સુધીના માર્ગના ખાતમુહૂર્તને એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં માર્ગનું કામ અધૂરું રહેતા રોડની ખરાબ હાલત અને પાણીના છંટકાવ ના અભાવે ઉડતા ધૂળના ગોટેગોટા ના કારણે સ્થાનિકો અને વાહનચાલકોને હાલાકી

Horoscope

Weather

વધુ વાંચો

સાધલીથી પોર સુધીના માર્ગના ખાતમુહૂર્તને એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં માર્ગનું કામ અધૂરું રહેતા રોડની ખરાબ હાલત અને પાણીના છંટકાવ ના અભાવે ઉડતા ધૂળના ગોટેગોટા ના કારણે સ્થાનિકો અને વાહનચાલકોને હાલાકી

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો