જી. ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સ, પાલનપુર ખાતે માનસિક સ્વાસ્થ્ય સહાયતા કાર્યક્રમ યોજાયો

9 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જી. ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સ, પાલનપુરના ઉપક્રમે નેશનલ સ્ટાફ ફોર્સ – માનસિક સ્વાસ્થ્ય સહાયતા અંતર્ગત વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કેળવવાના હેતુથી વિશેષ વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ સમજાવવું, તણાવ અને ચિંતાને ઓળખવા તથા તેનું યોગ્ય સંચાલન કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવું અને સ્વસ્થ, સકારાત્મક તથા સંતુલિત જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો હતો.
વ્યાખ્યાન દરમિયાન માનસિક સ્વાસ્થ્ય, તણાવ વ્યવસ્થાપન, સકારાત્મક વિચારસરણી, ભાવનાત્મક સંતુલન તથા મુશ્કેલીના સમયમાં યોગ્ય વ્યક્તિ કે સંસ્થા પાસેથી સહાય મેળવવા અંગે મહત્વપૂર્ણ અને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કોલેજના આશરે 91 વિદ્યાર્થીઓ અને કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર રમેશભાઈ પટેલ તથા કોલેજના પ્રિન્સિપલ અને સ્ટાફના સભ્યો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ માનસિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓ અંગે સક્રિય રસ દાખવી માહિતી મેળવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પોતાના માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા તથા જરૂરિયાતના સમયે મદદ મેળવવામાં સંકોચ ન રાખવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમ જ્ઞાનવર્ધક, માર્ગદર્શક અને પ્રેરણાદાયી રહ્યો હતો. આ તમામ કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ના માર્ગદર્શક નેશનલ ટાસ્ક ફોર્સ ના નોડલ ઓફિસર ડોક્ટર વિજયકુમાર પ્રજાપતિ કર્યું હતું

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો