કેશોદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા મોદક ખાવાની સ્પર્ધા યોજાઈ જેમાં ભાઈઓમાં રસિકભાઈ પંડ્યાએ 14, બહેનોમાં 15 વર્ષીય નેવ્યા સેંગરે 9 લાડુ ખાઈ પ્રથમ સ્થાન મેળવ્યું

ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે કેશોદ ભારત વિકાસ પરિષદ દ્વારા બરસાના વિસ્તારમાં આવેલા ગણેશ મંદિરે મોદક (લાડુ) ખાવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો માટે બે અલગ વિભાગ રાખવામાં આવ્યા હતા અને વિવિધ ઉંમરના આશરે 60 જેટલા ભાઈ-બહેનો તથા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં 100 ગ્રામના લાડુ સાથે દાળની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાઈઓના વિભાગમાં રસિકભાઈ પંડ્યાએ સૌથી વધુ 14 લાડુ ખાઈ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે બહેનોના વિભાગમાં 15 વર્ષીય નેવ્યા સેંગરે 9 લાડુ ખાઈ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ સ્પર્ધાને ન્યુ એરા પ્રોફેસર એકેડેમીના ડો. પ્રો.પ્રવીણ ગજેરા દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી. સ્પર્ધાના સંયોજક તરીકે ચિંતન પનારા, રાજેન્દ્ર ઠકરાર, અશ્વિન સાબરપરા અને જીતેન્દ્ર ધોળકિયાએ કામગીરી સંભાળી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ ડો.સ્નેહલ તન્નાની આગેવાની હેઠળ તથા પ્રમુખ આર.પી.સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. ગણેશ ચતુર્થી નિમિત્તે યોજાયેલી આ અનોખી સ્પર્ધામાં સહભાગીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ધાર્મિક પર્વની ઉજવણીને આનંદમય બનાવી હતી.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો