સુરેન્દ્રનગર મનપા ખાતે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ

તા.29/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

“ફક્ત AI ફોટા બનાવીને આક્ષેપો કરવાથી પ્રજાના કામ નથી થતા, ગ્રાઉન્ડ પર ઉતરીને કાર્ય કરવું પડે” – ધારાસભ્ય , સુરેન્દ્રનગર મહાનગર પાલિકા કાર્યાલય ખાતે વઢવાણ મતક્ષેત્રના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા તેમજ પ્રસ્તાવિત વિકાસકાર્યોની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. ચોમાસાની ઋતુ પૂર્ણ થવાના આરે છે ત્યારે વિલંબિત કે બાકી રહેલા માર્ગ-મકાન, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ અને પીવાના પાણી સહિતના જનહિતના કાર્યોને યુદ્ધના ધોરણે પૂરા કરવા માટે સંબંધિત અધિકારીઓ સાથે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ધારાસભ્યએ સ્પષ્ટ સૂચના આપતા જણાવ્યું હતું કે, તમામ વિકાસકાર્યો સમય મર્યાદામાં પૂર્ણ થાય તેમજ કામગીરીની ગુણવત્તા સાથે કોઈ સમાધાન કરવામાં ન આવે. નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ ઝડપી અને સરળતાથી મળી રહે તે તંત્રની પ્રાથમિકતા હોવી જોઈએ. બેઠક દરમિયાન વિપક્ષ કે વિરોધીઓ પર પ્રહાર કરતા ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, “ફક્ત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર કાલ્પનિક ફોટા બનાવી આક્ષેપો કરવાથી જનતાના પ્રશ્નો ઉકેલાતા નથી કે કામોને વાચા મળતી નથી. તેના માટે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને પ્રજા વચ્ચે રહીને સતત કાર્ય કરવું પડે છે, જે અમારી સરકાર અને મહાનગરપાલિકાની ટીમ નિષ્ઠાપૂર્વક કરી રહી છે.”
આ અગત્યની સમીક્ષા બેઠકમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર રાકેશભાઈ રાઠોડ, મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવ, ડેપ્યુટી મેયર શ્રીમતી સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, બાંધકામ સમિતિના ચેરમેન જયદીપસિંહ ઝાલા તેમજ મહાનગર પાલિકાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો