સુરેન્દ્રનગર: શ્રી સ્વ. વિષ્ણુભાઈ બચુભાઈ ગઢવી ચેરીટેબલ મેમોરેબલ ટ્રસ્ટ દ્વારા બૌદ્ધ વિદ્યાલય ખાતે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો.

તા.29/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગર: સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સતત અગ્રેસર રહેતા શ્રી સ્વ. વિષ્ણુભાઈ બચુભાઈ ગઢવી ચેરીટેબલ મેમોરેબલ ટ્રસ્ટ દ્વારા ગત તારીખ ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ ગણપતી ફાટસર સ્થિત બૌદ્ધ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણનો એક સુંદર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવાના શુભ આશયથી યોજાયેલા આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી નવલબા ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દાદુભા ગઢવી, દેવરાજભાઈ ગઢવી તેમજ અશોકભાઈ ભાડકા પણ વિશેષ રૂપે હાજર રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે શાળાના સંચાલક શ્રીમતી વર્ષાબેન બૌદ્ધ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ટ્રસ્ટના આ સરાહનીય અને સામાજિક કાર્ય બદલ તમામ હોદ્દેદારો અને ટ્રસ્ટીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ટ્રસ્ટના હોદ્દેદારોએ બાળકો સાથે વાર્તાલાપ કરી તેમને અભ્યાસમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવા પ્રેરણા પૂરી પાડી હતી. નોટબુક મેળવીને શાળાના નાના-મોટા તમામ બાળકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવાર અને ટ્રસ્ટના સભ્યોએ ભારે જહમત ઉઠાવી હતી.

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો