LCB પોલીસની સફળ કામગીરી: ગોધરા સાયન્સ કોલેજ પાસેથી ચોરીની બાઇક સાથે એક શખ્સ ઝડપાયો.

કાલોલ ૨૬/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

જિલ્લા પોલીસ અધિકારીઓની સૂચના હેઠળ મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા એલસીબી દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આ અંતર્ગત એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. વોરા ના માર્ગદર્શન મુજબ એલસીબી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયા ન બાતમી મળી હતી કે ગોધરા સાયન્સ કોલેજ રોડ પાસે એક ઇસમ શંકાસ્પદ નંબર વગરની સ્પ્લેન્ડર પ્રો મોટરસાયકલ લઈને વેચાણ માટે ગ્રાહક શોધી રહ્યો છે. જે બાતમીના આધારે પીએસઆઈ એચ.આર. જેતાવત અને એલસીબી સ્ટાફે સાયન્સ કોલેજ રોડ પર વોચ ગોઠવી બાતમી મુજબના ઇસમને નંબર વગરની બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. બાઇકના માલિકી અંગે આધાર-પુરાવા માંગતા તે કોઈ પુરાવો રજૂ કરી શક્યો ન હતો. જ્યાં પકડાયેલ મુદ્દામાલ માં નંબર વગરની સ્પ્લેન્ડર પ્રો મોટરસાયકલ, ચેસીસ નંબર MBLHA10ASCHF70197 અને એન્જિન નંબર HA10ELCHF09485, કિંમત રૂ. 15,000/- હર્ષ ભીખાભાઈ ચૌધરી, રહે. ગોકુલધામ સોસાયટી, નારીકેન્દ્ર પાસે ઉપરોક્ત આરોપીને પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે તા. 20/10/2026 ના રોજ રાત્રિના સમયે ગોધરાના ગોકુલધામ સોસાયટીમાંથી જ આ બાઇકની ચોરી કરી હતી. આ કબૂલાતના આધારે પોલીસે એક વણઉકેલાયેલ ચોરીનો ગુનો ડિટેક્ટ કર્યો છે. વધુ તપાસ એલસીબી પોલીસ કરી રહી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો