**એમ્બ્યુલન્સમાં ગૂંજી કિલકારી: મોટી ખાવડીમાં ૧૦૮ની ટીમે રસ્તામાં જ કરાવી સફળ પ્રસૂતિ** **૨૩ વર્ષીય મહિલાની હાલત ગંભીર બનતાં સમયસૂચકતા વાપરી ઈએમટીની કામગીરી: માતા અને નવજાત બાળક બંને સુરક્ષિત** **જામનગર તા. ૩૧, જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં રાત્રિના સમયે એક ગર્ભવતી મહિલા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ સાચા અર્થમાં સંજીવની સાબિત થઈ હતી. ૨૩ વર્ષીય મહિલાને અચાનક તીવ્ર પ્રસૂતિ પીડા ઉપડતાં ૧૦૮ની ટીમે હોસ્પિટલ પહોંચે તે પહેલાં રસ્તામાં જ એમ્બ્યુલન્સમાં સફળ નોર્મલ પ્રસૂતિ કરાવી માતા અને નવજાત શિશુ બંનેનો જીવ બચાવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, મોટી ખાવડી વિસ્તારમાં રહેતાં ૨૩ વર્ષીય શીલાં દેવી રિતેશકુમાર સિંહને રાત્રિના સમયે અચાનક તીવ્ર પ્રસૂતિ પીડા ઉપડી હતી. મહિલાની હાલત નાજુક જણાતાં પરિવારજનોએ તાત્કાલિક ૧૦૮ ઇમરજન્સી સેવા પર કોલ કરીને મદદ માગી હતી. કોલ મળતાં જ જામનગરના સમર્પણ ચોકડી લોકેશન પર તૈનાત ૧૦૮ એમ્બ્યુલન્સના ઈએમટી દીપ્તિ મારૂ અને પાયલોટ રાજેશભાઈ તાત્કાલિક મોટી ખાવડી ખાતે પહોંચી ગયા હતા. સ્થળ પર પહોંચીને તપાસ કરતાં પ્રસૂતાની હાલત વધુ ગંભીર જણાઈ હતી. મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સમય લાગે તેમ હોવાથી અને ઇમરજન્સીની પરિસ્થિતિ સર્જાતાં ઈએમટી દીપ્તિ મારૂએ સમયસૂચકતા વાપરી એમ્બ્યુલન્સમાં જ જરૂરી તબીબી સારવાર શરૂ કરી હતી. દરમિયાન હોસ્પિટલ પહોંચે તે પહેલાં રસ્તામાં જ જરૂરી સુરક્ષા અને સાવચેતી સાથે મહિલાની સફળ નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. ૧૦૮ની ટીમની ત્વરિત કામગીરી, ફરજ નિષ્ઠા અને સમયસર લેવાયેલા નિર્ણયને કારણે માતા અને નવજાત બાળક બંને સુરક્ષિત અને સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. આ કટોકટીના સમયે ૧૦૮ની ટીમે દર્શાવેલી ઉત્કૃષ્ટ કામગીરીથી પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને એમ્બ્યુલન્સના સ્ટાફની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

એમ્બ્યુલન્સમાં ગૂંજી કિલકારી મોટી ખાવડીમાં ૧૦૮ની ટીમે રસ્તામાં જ કરાવી સફળ પ્રસૂતિ

૨૩ વર્ષીય મહિલાની હાલત ગંભીર બનતાં સમયસૂચકતા વાપરી ઈએમટીની કામગીરી: માતા અને નવજાત બાળક બંને સુરક્ષિત

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર તા. ૩૧, જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં રાત્રિના સમયે એક ગર્ભવતી મહિલા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ સાચા અર્થમાં સંજીવની સાબિત થઈ હતી. ૨૩ વર્ષીય મહિલાને અચાનક તીવ્ર પ્રસૂતિ પીડા ઉપડતાં ૧૦૮ની ટીમે હોસ્પિટલ પહોંચે તે પહેલાં રસ્તામાં જ એમ્બ્યુલન્સમાં સફળ નોર્મલ પ્રસૂતિ કરાવી માતા અને નવજાત શિશુ બંનેનો જીવ બચાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોટી ખાવડી વિસ્તારમાં રહેતાં ૨૩ વર્ષીય શીલાં દેવી રિતેશકુમાર સિંહને રાત્રિના સમયે અચાનક તીવ્ર પ્રસૂતિ પીડા ઉપડી હતી. મહિલાની હાલત નાજુક જણાતાં પરિવારજનોએ તાત્કાલિક ૧૦૮ ઇમરજન્સી સેવા પર કોલ કરીને મદદ માગી હતી.

કોલ મળતાં જ જામનગરના સમર્પણ ચોકડી લોકેશન પર તૈનાત ૧૦૮ એમ્બ્યુલન્સના ઈએમટી દીપ્તિ મારૂ અને પાયલોટ રાજેશભાઈ તાત્કાલિક મોટી ખાવડી ખાતે પહોંચી ગયા હતા. સ્થળ પર પહોંચીને તપાસ કરતાં પ્રસૂતાની હાલત વધુ ગંભીર જણાઈ હતી.

મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સમય લાગે તેમ હોવાથી અને ઇમરજન્સીની પરિસ્થિતિ સર્જાતાં ઈએમટી દીપ્તિ મારૂએ સમયસૂચકતા વાપરી એમ્બ્યુલન્સમાં જ જરૂરી તબીબી સારવાર શરૂ કરી હતી. દરમિયાન હોસ્પિટલ પહોંચે તે પહેલાં રસ્તામાં જ જરૂરી સુરક્ષા અને સાવચેતી સાથે મહિલાની સફળ નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી.

૧૦૮ની ટીમની ત્વરિત કામગીરી, ફરજ નિષ્ઠા અને સમયસર લેવાયેલા નિર્ણયને કારણે માતા અને નવજાત બાળક બંને સુરક્ષિત અને સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. આ કટોકટીના સમયે ૧૦૮ની ટીમે દર્શાવેલી ઉત્કૃષ્ટ કામગીરીથી પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને એમ્બ્યુલન્સના સ્ટાફની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો